તમિલનાડુથી આવેલા 400 સ્વયં સેવકોએ સોમનાથની સફાઈ કરી

ગીર સોમનાથ, તમિલનાડુમાંથી જગતગૂરૂ સેવા સંસ્થાના ૪૦૦ જેટલા ભક્તો સમગ્ર દેશભરમાં પૌરાણિક મંદિરોની સફાઈ માટે અનોખી યાત્રા કરી રહ્યાં છે. ત્યારે આ સંસ્થાના ૪૦૦ જેટલા ભાઈ બહેનો સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત પ્રાચી તીર્થના પૌરાણિક મંદિરોની સફાઈ કરી અને સાંયકાળ પ્રદોષ સમયે હરિદ્વારમાં થતી ગંગા આરતી સમી ત્રિવેણી સંગમની મહા આરતી કરી ધન્યતા અનુભવી હતી.
તામિલનાડુ સ્થિત જગતગુરુ સેવા સંસ્થાના ૪૦૦ જેટલા ભાઈ બહેનો સમગ્ર દેશભરમાં ફરીને પૌરાણિક સમયના મંદિરો અને ધર્મ સ્થળોની સફાઈ કરવા માટે દર માસે યાત્રા યોજે છે. આ ભાઈ બહેનોની યાત્રા સોમનાથ પહોંચી છે. આજે સોમનાથમાં તેમણે સોમનાથ ટ્રસ્ટ સંચાલિત પ્રાચીન તીર્થના પૌરાણિક મંદિરોની સાફ સફાઈ કરી હતી.