આબુ-શાંતિવન ખાતે બે મહિના ચાલનારા રાજયોગ તપસ્યામાં દેશભરની ૪૦ હજાર બહેનો જોડાશે

વૈશ્વિક શાંતિ, સદભાવ અને પોતાના અધ્યાત્મ સશક્તિકરણ હેતુ આબુ, શાંતિવન ખાતે બ્રહ્માકુમારી બહેનોની રાજયોગ તપસ્યા પ્રારંભ.
સમગ્ર માનવ જાતના કલ્યાણ અને તન-મનની-શક્તિ માટે ઈશ્વરીય પ્રાર્થનાથી મહાન તપસ્યાની શરૂઆત કરાઈ.
વર્તમાન સમયે વિશ્વ અનેક વિધ્ન- પરિસ્થિતિ અને સમસ્યાઓથી ઘેરાયેલ છે. ત્યારે પરમાત્મ શક્તિ દ્વારા વૈશ્વિક શાંતિ, સદભાવ અને વસુધૈવ કુટુંબકમની ભાવના જાગૃત કરવી સમયની આવશ્યકતા છે. આ દિશામાં બ્રહ્માકુમારીઝના મુખ્ય પ્રશાસિકા ડૉ.દાદી રતન મોહિનીજીની અધ્યક્ષતામાં અને તેમના આશીવર્ચન સાથે સંગઠિત રાજ્યોગ તપસ્યાનો આજે પ્રારંભ થયેલ છે.
અલગ અલગ ગ્રુપમાં બે માસ ચાલમાર આ ગહન રાજયોગ તપસ્યામાં ભાગ લેવા દેશભરમાંથી હાલ ૫ હજાર રાજયોગી બ્રહ્માકુમારી બહેનો ઋષિ ભૂમિ આબુ શાંતિવન ખાતે આવેલ છે.
આજે પ્રારંભ થયેલ ગ્રુપની યોગ તપસ્યામાં આશીવચૅન આપતા ડૉ.રતન મોહિની દાદીજીએ જણાવેલ કે, વૈશ્વિક અનેક સમસ્યાઓના સમાધાન માટે યોગ સાધના જ અનિવાર્ય છે જે વ્યક્તિગત માનવ જીવનમાં મનની શક્તિ, ધીરજ, શાંતિ અને સકારાત્મક શક્તિથી સર્વનુ અધ્યાત્મ સશક્તિકરણ કરવા સક્ષમ છે.
આજે કમજોર માનવ મનને સંગઠીત રૂપમાં ઈશ્વરીય શક્તિના દાન માટે અને માનવજાતના સર્વાંગી કલ્યાણ માટે બધાએ નિયમિત ૧૫ મિનિટ યોગ સાધના કરવી જોઈએ. દાદીજીએ સર્વને વર્તમાન બદલાતા સમયનો ઈશારો સમજી, ઈશ્વરીય વિશ્વ મહાપરિવર્તનના કાર્યને ઓળખી પોતાના અધ્યાત્મ સશક્તિકરણ માટે સમય આપવા ખાસ અનુરોધ કરેલ.
બે માસમાં શાંતિવન ખાતે ભિન્ન ભિન્ન ગ્રુપમાં કુલ ૪૦ હજારથી વધુ બ્રહ્માકુમારી બહેનો રાજયોગ તપસ્યા કરશે અને તેની શરૂઆત આજે આબુ તળેટી સ્થિત, અધ્યાત્મ શક્તિ સંપન્ન ડાયમંડ હોલ ખાતે, ઈશ્વરને પ્રાર્થના કરી હજારો બ્રહ્માકુમારીઓએ પ્રારંભ કરેલ તથા સર્વે માનવને વિશ્વ કલ્યાણ અને સ્વપરિવર્તન માટે સમય આપવા અનુરોધ કરેલ .