ક્લાઇમેટ ચેન્જને કારણે ચાલુ વર્ષે વિશ્વમાં ભીષણ ગરમીના ૪૧ દિવસ વધ્યાઃ અભ્યાસ
વોશિંગ્ટન, વિશ્વભરના લોકોએ ‘ક્લાઇમેટ ચેન્જ’ને કારણે ચાલુ વર્ષે ભીષણ ગરમીના સરેરાશ ૪૧ વધુ દિવસનો સામનો કર્યાે હતો. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ૨૦૨૪ના સમગ્ર વર્ષમાં ક્લાઇમેટ ચેન્જને કારણે વિશ્વનું હવામાન બહુ ખરાબ રહ્યું હતું.વર્લ્ડ વેધર એટ્રિબ્યુશન અને ક્લાઇમેટ સેન્ટ્રલના રિસર્ચર્સે વર્ષના અંતે વિશ્લેષણ રજૂ કર્યું છે.
જેમાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ગરમીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે અને ૨૦૨૪ અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ રહેવાની શક્યતા છે.
વર્લ્ડ વેધર એટ્રિબ્યુશનના રિસર્ચર ળિડરીક ઓટ્ટોએ જણાવ્યું હતું કે, “અભ્યાસના તારણો ચોંકાવનારા છેઃ ક્લાઇમેટ ચેન્જ અમારા અભ્યાસ હેઠળની મોટા ભાગની ઇવેન્ટ્સમાં સૌથી મહત્વનું પરિબળ હોવાનું જણાયું છે. જેમાં ભીષણ ગરમી, દુષ્કાળ, ચક્રવાત અને ભારે વરસાદનો સમાવેશ થાય છે.
તેને લીધે લાખો લોકોએ જીવન ગુમાવ્યા છે.” તેમણે કહ્યું હતું કે, “વિશ્વમાં પ્રદૂષણ ફેલાવતા બળતણનો ઉપયોગ ચાલુ છે ત્યારે ગરમીની સ્થિતિ વધુ ખરાબ થશે.”ચાલુ વર્ષે લાખો લોકોને ભીષણ ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તર કેલિફોર્નિયા, મેક્સિકો અને મધ્ય અમેરિકામાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. પશ્ચિમ આળિકામાં પણ ‘હીટ વેવ’ની સ્થિત હતી.
યુરોપમાં સતત વધતા પારાને કારણે ગ્રીસે એક્રોપોલિસ બંધ કરવાની ફરજ પડી હતી. દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં ગરમીને કારણે સ્કૂલો બંધ કરવી પડી હતી.પૃથ્વી પર ચાલુ વર્ષે અત્યાર સુધીના સૌથી ગરમ દિવસો નોંધાયા હતા. આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમે ગરમીના વિશ્લેષણ માટે વિશ્વભરમાં ૨૦૨૪માં દૈનિક તાપમાનની તુલના કરી હતી. જોકે, તેના પરિણામની હજુ સમીક્ષા કરાઈ નથી.
ક્લાઇમેટ ચેન્જને કારણે અમુક વિસ્તારોમાં ૧૫૦ કે વધુ દિવસોમાં ભીષણ ગરમી નોંધાઈ હતી. ચાલુ વર્ષ ચેતવણીનું રહ્યું છે. જેમાં પૃથ્વીનું તાપમાન પેરિસ એગ્રિમેન્ટના ૧.૫ ડિગ્રી સેલ્સિયસની મર્યાદા નજીક પહોંચી ગયું છે.
ટૂંક સમયમાં આપણે આ આંકડો વટાવીએ તેવી શક્યતા છે. રિસર્ચર્સે ચાલુ વર્ષે ૩,૭૦૦ લોકોનો જીવ લેનારી હવામાનની ૨૯ ઘટનાની ચકાસણી કરી ત્યારે જણાયું કે, ૨૬ ઘટનાને ક્લાઇમેટ ચેન્જ સાથે સીધો સંબંધ હતો.SS1MS