Western Times News

Gujarati News

સાબરકાંઠામાં 7 વર્ષમાં 10 માંથી 41 થયા દીપડા

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં વન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી ધારાસભ્યની અધ્યક્ષતામાં સરસ્વતી એજયુકેશન સંસ્થા વિરાવાડા ખાતે કરાઈ હતી.

વન સપ્તાહ દિવસની ઉજવણી પ્રસંગે વનવિભાગ સ્ટાફ દ્વારા વેશભૂષા થકી લોકોને જણાવ્યું કે, તમારા આસપાસ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ નજરે પડે તો તાત્કાલિક વન વિભાગની ટીમને જાણ કરવી. સાબરકાંઠા જિલ્લામાં વર્ષ ર૦૧૬માં દીપડાની સંખ્યા દસ નોંધાઈ હતી જે વધીને વર્ષ ર૦ર૩માં ૪૧ નોંધાઈ છે.

જયારે વર્ષ ર૦રરની વસ્તી અંદાજે રીછની ૩૦ જેટલી સંખ્યા નોંધાઈ છે. આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક એચ.જે.ઠકકર, નાયબ વન સંરક્ષક એસ.ડી. પટેલ, મદદનીશ વન સંરક્ષક વી.આર.ચૌધરી, રાયગઢ પરિક્ષેત્ર વન અધિકારી એ.એમ.સિસોદીયા,

સાબરકાંઠા માનદ વન્યપ્રાણી વોર્ડન મયુરભાઈ રાઠોડ, એસોસીએટીવ પ્રોફેસર ડો. નીશીત ધારૈયા રીંછ અને દીપડાના નિષ્ણાંત કરૂણા એમ્બ્યુલન્સ ૧૯૬રના પ્રોજેકટ મેનેજર, સાબરકાંઠા વન વિભાગના આરએફઓ વનપાલ તેમજ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.