Western Times News

Gujarati News

ઉત્તર ભારતમાં વરસાદના કારણે ૪૧ લોકોનાં મોત

નવી દિલ્હી, અત્યારે ઉત્તર ભારતમાં ચોમાસાનો પ્રકોપ જાેરદાર જાેવા મળ્યો છે. અહીં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકી રહ્યો છે. તેવામાં પહાડો પરથી પથ્થરો નીચે પડી રહ્યા છે. રસ્તાઓ તણાઈ રહ્યા છે. એટલું જ નહીં ઘરોમાં પાણી ઘૂસી જતા જનજીવન ખોરવાઈ ગયું છે.

અહીં આસપાસ પાર્ક કરેલી ગાડીઓ અને અન્ય શહેરોમાં ભારે નુકસાન થયું છે. આ મેઘતાંડવ વચ્ચે મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે ઉત્તર ભારતમાં કુલ ૪૧ લોકોનાં મોત નીપજ્યા છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદસિંહે જણાવ્યું કે આ વરસાદના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. એટલું જ નહીં પબ્લિક પ્રોપર્ટીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

આ દરમિયાન કુલ ૪ હજાર કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. અહીં જાહેર માર્ગો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર ટ્રાન્સફોર્મર્સ, ઈલેક્ટ્રિક સબ-સ્ટેશન, વિવિધ વોટર સપ્લાય સ્કિમને ભારે નુકસાન પહોચ્યું છે. અંદાજે ૪,૬૮૬ ટ્રાન્સફોર્મર્સને પણ મોટાપાયે નુકસાન થયું છે. મનાલી- લેહ નેશનલ હાઈવે ધરાશાયી થઈ ગયો હતો.

અત્યારે ૩૦૦ ટૂરિસ્ટ અને રેસિડન્ટ્‌સને આ વિસ્તારોમાંથી બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. વેધર કંડિશનનું ધ્યાન રાખી હેલિકોપ્ટર દ્વારા તેમનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચામ્બા જિલ્લામાં અત્યારે ૭૦ લોકોને ખસેડવાનું કામ કરાઈ રહ્યું છે. વળી શ્રીખંડ મહાદેવ યાત્રા છે તેને અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કારણ કે અહીં આ સિઝનમાં જ ૬ લોકોના મોત આ સમય વચ્ચે થયા હતા. જેથી કરીને આ મોટો ર્નિણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે પંજાબમાં પણ અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન ૩ લોકોના મોત થયા છે. જાેકે હવે વિવિધ જિલ્લાઓમાં જે પ્રમાણે પૂર આવ્યું છે અને જાહેર મિલકતને નુકસાન પહોંચ્યું છે એને જાેતા રેસ્ક્યૂ ટીમને ત્યાં તૈનાત કરી દેવામાં આીવી છે. ૧૪ NDRFની ટીમ, ૨ SDRFની ટીમ તથા આર્મી અને પોલીસના જવાનો પણ લોકોની મદદે પહોંચ્યા છે.

ભગવંત માને જનતાની પડખે ઊભા રહેવાનું જણાવ્યું છે. તેમણે જે કઈપણ પાકને નુકસાન પહોંચી રહ્યું છે તેના નુકસાનને પહોંચી વળવા માટે મદદ કરવા પણ જણાવ્યું હતું. હવે વાત કરીએ હરિયાણાની તો અહીં નેશનલ હાઈવે, રેલવે સ્ટેર અને બ્રિજ સહિત પાવર સ્ટેશનોને ઘણું નુકસાન પહોંચ્યું છે.

અહીં મૃત્યુઆંક વધીને ૫ થઈ ગયો છે. અહીં રમત રમતા ૩ બાળકો ભૂસ્ખલનના કારણે મૃત્યુ પામ્યા હતા. ત્યારે કર્નાલમાં ઘર પડી જતા દંપતિનું મોત નીપજ્યું છે. વળી આ વિસ્તારોમાં આવતી ૫૦થી વધુ ટ્રેનોના રૂટ બદલી દેવાયા છે. અથવા તો કેન્સલ કરી દેવામાં આવી છે. આનાથી શતાબ્દી એક્સપ્રેસથી લઈ ચંદીગઢ અને દિલ્હીના ટ્રેન ટ્રેક્સને પણ નુકસાન પહોંચ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.