Western Times News

Gujarati News

ગુજરાતમાંથી પસાર થતાં કુલ 4,350 કિલોમીટર લંબાઈના રૂ. 36,437 કરોડના 41 રેલવે પ્રોજેક્ટ પ્રગતિમાં

ગુજરાતમાંથી પૂર્ણ/આંશિક રીતે પસાર થતાં કુલ 4,350 કિલોમીટરની લંબાઈના રૂ. 36,437 કરોડના ચાર નવી લાઇન, 25 ગેજ પરિવર્તન અને 12 ડબલિંગ સહિતના કુલ 41 પ્રોજેક્ટ આયોજન/મંજૂરી/અમલીકરણના વિવિધ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. “41 railway projects costing Rs 36437 crore covering a length of 4350 km falling fully/partly in Gujarat in progress

આ પ્રોજેક્ટમાંથી માર્ચ 2020 સુધીમાં કુલ 890 કિલોમીટરની લંબાઈ ધરાવતા પ્રોજેક્ટને રૂ. 10,290 કરોડના ખર્ચ સાથે કાર્યાન્વિત કરી દેવામાં આવ્યા છે. રેલવે મંત્રી શ્રી પિયૂષ ગોયલે આ માહિતી માર્ચ 19, 2021ના રોજ રાજ્યસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઉપલબ્ધ બનાવી હતી.

મંત્રીશ્રીના નિવેદન અનુસાર, ગુજરાત રાજ્યમાંથી પૂર્ણ/આંશિક રીતે પસાર થતા રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને સેફ્ટી વર્ક માટે 2014થી 2019 સુધીમાં વાર્ષિક રીતે સરેરાશ રૂ. 3327 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે 2009-14 સુધી રૂ. 589 કરોડ હતી.

આમ, 2009-14 દરમિયાન કરવામાં આવેલી સરેરાશ વાર્ષિક બજેટ ફાળવણીમાં 465 ટકાનો વધારો થયો છે. આ પ્રોજેક્ટ માટે નાણાંકીય વર્ષ 2019-20માં રૂ. 4803 કરોડની બજેટ ફાળવણી કરવામાં આવી છે, જે 2009-14 દરમિયાનની (રૂ. 589 કરોડ/વર્ષ) વાર્ષિક સરેરાશ ફાળવણી કરતાં 716 ટકાનો વધારો દર્શાવે છે. આ પ્રોજેક્ટ માટેની નાણાંકીય વર્ષ 2021-22ની બજેટ ફાળવણી (સૂચિત) રૂ. 4484 કરોડ છે, જે 2009-14 દરમિયાનની વાર્ષિક સરેરાશ ફાળવણી કરતાં 661 ટકા વધારે છે.

શ્રી નથવાણી ગુજરાતાં છેલ્લાં ત્રણ વર્ષમાં મંજૂર કરવામાં આવેલા રેલવે પ્રોજેક્ટ, તેના અંદાજિત ખર્ચ, અમલીકરણની સ્થિતિ અને પૂર્ણ કરવાના સમયપત્રક અંગે જાણવા માંગતા હતા.

મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, છેલ્લાં ત્રણ વર્ષ (2018-19, 2019-20 અને 2020-21)માં ગુજરાતમાંથી પૂર્ણ/આંશિક રીતે પસાર થતી 4 ડબલ લાઇન અને 16 રેલવે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ્સનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જે જરૂરી મંજૂરીઓને આધિન છે.

સન્ 2014-19 દરમિયાન, ગુજરાતમાંથી પૂર્ણ/આંશિક રીતે પસાર થતી રેલવે લાઇનના 504 કિલોમીટર લંબાઇ ધરાવતા પ્રોજેક્ટ (110 કિલોમીટર નવી લાઇન, 115 કિલોમીટર ગેજ પરિવર્તન અને 279 ડબલિંગ)ને કાર્યરત કરવામાં આવ્યો છે. વર્ષ 2019-20માં 132 કિલોમીટર લંબાઈ (58 કિલોમીટર ગેજ પરિવર્તન અને 74 કિલોમીટર ડબલિંગ)નો પ્રોજેક્ટ કાર્યરત થયો, એમ મંત્રીશ્રીના નિવેદનમાં જણાવવામાં આવ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.