18 નવી પાણીની ટાંકીના નિર્માણ માટે 414 કરોડનો ખર્ચ થશે
એટલે કે અંદાજીત એક પાણીની ટાંકી પાછળ 20 થી 30 કરોડ રૂપિયાનો ખર્ચ થશેઃ બોડકદેવ વોર્ડમાં રાજપથ કલબની પાછળ નિર્માણાધીન ટાંકીથી સવા લાખ લોકોને પાણીની સુવિધાનો લાભ મળશે
(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ‘નગર’ને વધુ મહત્વ અપાતું હોય છે. નગર એટલે કે નળનો ‘ન’, ગટરનો ‘ગ’ અને રસ્તાનો ‘ર’ પર ભાર મૂકીને સત્તાધીશો સામાન્ય પ્રજાકીય સુવિધામાં સતત વૃદ્ધિ થાય તે દિશામાં આયોજન હાથ ધરતા હોય છે.
અમદાવાદ જેવા ગુજરાતની આર્થિક રાજધાનીમાં મ્યુનિસિપલ સત્તાધીશો કરોડો રૂપિયાના વિકાસલક્ષી પ્રોજેકટથી શહેરીજનોને વિવિધ પ્રકારની આનંદ-પ્રમોદ સહિતની સુવિધાઓ મળતી રહે છે. જાેકે ‘નગર’ને ધ્યાનમાં રાખીને સત્તાધીશો ગંભીર હોઈ હાલના તબકકે શહેરમાં રૂપિયા ૪૧૪.૪૪ કરોડના ખર્ચે પાણીની ૧૮ નવી ટાંકી બનાવાઈ રહી છે.
પાણીની ટાંકીના આ કામોથી શહેરીજનોને સ્વાભાવિકપણે પૂરતા પ્રેશરથી ઘેર બેઠા પાણી મળશે અને પાણીનો કકળાટ દૂર થશે. મ્યુનિસિપલ વોટર સપ્લાય કમિટીના ચેરમેન જતીન પટેલ હાલમાં નિર્માણાધીન નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન એટલે કે પાણીની ટાંકીના કામો અંગેની વિસ્તૃત માહિતી આપતાં જણાવે છે કે ઉત્તરપશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં રાજપથ કલબની પાછળ ટીપી-પ૦માં પાણીની નવી ટાંકી રૂ.૩પ.૬૩ કરોડના ખર્ચે તૈયાર થઈ રહી છે.
આ પાણીની ટાંકીમાં ભૂગર્ભ જળક્ષમતા ૧૯૮ લાખ લિટર પાણી અને ઓવરહેડ ટાંકીની ક્ષમતા ૩ર લાખ લિટરની છે. પાણીની આ ટાંકી તૈયાર થયા બાદ તેના ત્રણ કિ.મી.ના વ્યાસમાં આવેલી વસ્તીને એટલે કે સવા લાખ લોકોને પાણીના મામલે ભારે રાહત મળશે.
પાલડી વોર્ડમાં શારદા વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર ઓગમેન્ટેશન હેઠળ રૂ.૧૧.૭૧ કરોડના ખર્ચે ૮૦ લાખ લિટરની ક્ષમતા ધરાવતી નવી ટાંકી બની રહી હોઈ તેનાથી ૪પ હજાર લોકોને લાભ મળશે.
થલતેજ વોર્ડમાં મેમનગર ગુરુકુલ રોડ પર નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન બની રહ્યું હોઈ તેની પાછળ રૂ.૧૮.૪૪ કરોડ ખર્ચાશે અને ૧૦૦ લાખ લિટર કેપેસિટીની ટાંકીથી પપ હજાર લોકોને ફાયદો થશે, આ ઉપરાંત થલતેજ વોર્ડમાં શીલજ ટીપી-પ૩/એમાં નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન માટે રૂ.રર.૧૭ કરોડ ખર્ચાઈ રહ્યા હોઈ
આશરે ૧૪૦ લાખ લિટરની ક્ષમતાથી ૭૭ હજાર લોકો લાભ મેળવશે તેમ પણ મ્યુનિ. વોટર સપ્લાય કમિટીના ચેરમેન જતીન પટેલ વધુમાં જણાવે છે.
ગોતા વોર્ડમાં ગોતા ટીપી-૪ર માં રૂ.ર૮.૬૩ કરોડના ખર્ચે નિર્માણાધીન ૧પપ લાખ લિટર ક્ષમતાની પાણીની ટાંકીથી ૮પ હજાર લોકોને ફાયદો થશે, જયારે ચાંદલોડિયા વોર્ડમાં ગોદરેજ ગાર્ડન સિટી પાસેની ટીપી-૬પમાં નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન બની રહ્યું છે. તેની પાછળ રૂ.રપ.૭૭ કરોડનો ખર્ચ થશે.
૧પપલાખ લિટર પાણીની આ ટાંકીથી ૮૦ હજાર લોકોને ફાયદો થવાનો છે. સાબરમતી વોર્ડમાં મોટેરા આકાશ દર્શન સામે બનતા નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની ક્ષમતા ૧પ૭ લાખ લિટરની હોઈ તે માટે રૂ.રપ.૦૮ કરોડ ખર્ચાઈ રહ્યા છે. આ ટાંકી બન્યા બાદ ૮૭ હજાર લોકોની પાણીની સુવિધામાં વધારો થશે.
આ ઉપરાંત પૂર્વ ઝોનના ભાઈપુરા વોર્ડમાં ધીરજ હાઉસિગ ખાતે નવી વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનના નિર્માણ માટે રૂ.૧૩.૦૪ કરોડ ખર્ચાઈ રહ્યા છે. ૭૭ લાખ લિટરની પાણીની ટાંકીથી ૪ર હજાર લોકોને લાભ મળશે. મણિનગરમાં મિહિર ટાવર સામે બનતાં ૧૧૧ લા ખલિટરની ક્ષમતા ધરાવતા નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની ૬૦ હજાર લોકો લાભ મેળવશે. આ ટાંકીના નિર્માણ માટે રૂ.૧૯.૪૧ કરોડ ખર્ચાઈ રહ્યા છે.
લાંભા વોર્ડમાં નારોલ ઉમંગ સામે બનતા નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનથી ૬ર હજાર લોકોને પાણીની સુવિધા મળશે. આ ટાંકી પાછળ રૂ.રર.પપ કરોડ ખર્ચાઈ રહ્યા હોઈ ૧૧પ લાખ લિટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતી ટાંકી તૈયાર થશે. ઈન્દ્રપુરી વોર્ડમાં બાગે ફિરદોસ નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન પાછળ રૂ.૬.૩૬ કરોડ ખર્ચાશે.
નિકોલ વોર્ડમાં ટીપી ૧૧૧- ૧૧૯માં ભક્તિ સર્કલ પાસેના નવા બનતા વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનમાટે રૂ.ર૯.૮૯ કરોડના ખર્ચ થવાનો હોઈ ૧૧૪.પ૦ લાખ લિટર પાણીની ટાંકીથી ૬૩ હજાર લોકોને ફાયદો થશે. વસ્ત્રાલ વોર્ડમાં ટીપી ૧૦પમાં રાધે ચેમ્બર્સ પાસે નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન રૂ.ર૪.ર૪ કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું હોઈ તેનાથી ૭૧ હજાર લોકોને લાભ થવાનો છે.
આ ઉપરાંત રામોલ-હાથીજણ વોર્ડમાં પાણીની બે ટાંકી, ઠક્કરબાપાનગર અને અમરાઈવાડી વોર્ડમાં પાણીની એક-ેએક ટાંકી નિર્માણાધીન છે.