જાપાનમાં કોરોનાથી એક દિવસમાં ૪૧૫ લોકોના મોત

ટોક્યો, ચીનમાં કોરોના વાયરસ પોતાનો કહેર વરસાવી રહ્યો છે. લાશોના ઢગલા થઈ રહ્યા છે, પરંતુ ચીનની જિનપિંગ સરકાર પોતાનું બેજવાબદાર વલણ છોડવા તૈયાર નથી. ચીનમાં કોરોનાથી થઈ રહેલા મોતના આંકડા દુનિયાની સામે નથી આવી રહ્યા, જેથી ત્યાંની સાચી સ્થિતિની જાણ નથી થઈ રહી.
આ દરમિયાન તેણે દુનિયા માટે પોતાની બોર્ડર પણ ખોલી નાખી છે અને પોતાના નાગરીકોને ચીનની બહાર જવાની મંજૂરી પણ આપી દીધી છે, જેથી અન્ય દેશો ચિંતામાં મૂકાઈ ગયા છે. ચીન ભલે કોરોના કેસોને છૂપાવતું હોય, પરંતુ તેના પરિણામ દેખાવા લાગ્યું છે.
જાપાનમાં એક જ દિવસમાં ૪૦૦થી વધુ લોકોના મોત થઈ ગયા છે, જેનાથી માનવામાં આવી રહ્યું છે કે, દુનિયાભરમાં ફરી એકવખત કોરોનાની લહેર ફેલાશે. જાપાનમાં બુધવારે કોરોના સંક્રમિત ૪૧૫ દર્દીઓના મોત થયા હોવાનું ત્યાંના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
જે એક દિવસમાં થયેલા મોતનો અત્યાર સુધીનો મોટો આંકડો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં બુધવારે ૨,૧૬,૨૧૯ નવા કેસ નોંધાયા છે, જે એક સપ્તાહ પહેલાની સરખામણીમાં ૪ ટકા વધુ છે. લેટેસ્ટ કોવિડ ટેલી આ વર્ષ ઓગસ્ટમાં નોંધાયેલા લગભગ ૨,૬૦,૦૦૦ પ્રતિ દિન રેકોર્ડ કેસના સ્તરની નજીક છે.
દેશભરમાં ૨.૮ કરોડથી વધુ કોરોના કેસોની સાથે જાપાનમાં આ વાયરસથી થયેલા મોતની સંખ્યા ૫૫,૦૦૦થી વધુ થઈ ગઈ છે. કોવિડ વાયરસના સંક્રમણમાં ફરી એકવખત વધારો વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવાયા થયો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘જાપાનમાં ટૂરિસ્ટો આવવાની સંખ્યા નવેમ્બરમાં લગભગ ૧૦ લાખ સુધી પહોંચી ગઈ હતી.’
કેટલાક અન્ય દેશોથી અલગ સરકારે જાપાનમાં માસ્ક પહેરવાનું ક્યારેય ફરજિયાત કર્યું ન હતું. ૧૧ ઓક્ટોબરે જાપાને પોતાની સરહદો પર લગાવેલા કડક નિયંત્રણો હટાવી લીધા હતા.
વડાપ્રધાન ફુમિયો કિશિદાએ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે પર્યટન પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જાપાનમાં હાલમાં દરરોજ ૨ લાખથી વધુ નવા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. દેશ મહામારીની ૮મી લહેરમાંથી પસાર થઈ રહ્યો છે.SS1MS