Western Times News

Gujarati News

SoU કેવડિયા ખાતે ૪૨ મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ સ્પર્ધા ૨૧ થી ૨૬ માર્ચ દરમ્યાન યોજાશે

IHCL ANNOUNCES TWO HOTELS IN KEVADIA GUJARAT

નડિયાદ, ભારતીય યુવાનો ક્રિકેટ, ફૂટબૉલ, વોલીબૉલ રમી શકે છે, દોડી શકે છે અને સાઇકલિંગ કરી શકે છે, પણ રમતની વાત આવે ત્યારે ભારતીય યુવતીઓ માટે આટલા બધા વિકલ્પ હોતા નથી.આ અનુમાન હવેના સમયમાં બદલાઈ જવા રહ્યુ છે. 42nd National Women’s Football Tournament will be held at the Statue of Unity Kevadia from March 21 to 26

આજે રમતોની યાદીમાં જાેઈએ તો મહિલાઓ કુસ્તી, મુક્કાબાજી કે કબડ્ડી, વેઇટ લિફટિંગ અને ફૂટબોલ જેવી અનેક રમતોમાં પોતાનું કૌશલ્ય સાબિત કરી રહી છે અને માત્ર ભારત જ નહી પણ દેશ-વિદેશમાં પણ નામના મેળવી રહી છે. ભારતીય મહિલા ખેલાડીઓ પરંપરાગત જાતિગત માન્યતાઓને તોડીને વિશ્વ પર રાજ કરી રહી છે.

કેવડિયા કોલોની ખાતે નિર્માણ પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વના નકશા પર આજે વૈશ્વિક પર્યટન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. જે ભારતના સપૂત લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે આકાર પામ્યું છે. ત્યારે આ ભૂમિ પર સમગ્ર ભારતની એકતાના દર્શન થઈ શકે તેવું આયોજન થવા જઈ રહ્યું છે.

સાંસદશ્રી અમદાવાદ પશ્ચિમ – ડો કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીના અધ્યક્ષપણા હેઠળ વુમનસ ફુટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા, ખાતે ૪૨ મા સિનિયર નેશનલ વુમન્સ ફુટબોલ ચેમ્પિયનશીપનુ આયોજન તા ૨૧/૩/૨૦૨૧ થી તા ૨૬/૩/૨૦૨૧ દરમ્યાન યોજાનાર છે. જેમાં ૨૮ રાજ્ય અને ૮ કેન્દ્ર શાસિત પ્રદેશની ફૂટબોલ મહિલા ટીમ ઉપસ્થિત રહેશે.

૪૨મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપ નું તારીખ૨૧/૩/૨૦૧૬ સમય સાંજે ૫ કલાકે જીઇઁ પરેડ ગ્રાઉન્ડ કેવડિયા ખાતે ઉદ્‌ઘાટન ડોક્ટર કિરીટભાઈ સોલંકી પ્રોટોમ સ્પીકર લોકસભા કરશે આ પ્રસંગે શ્રી શબ્દ શરણભાઈ તડવી પુર્વ મંત્રીશ્રી ગુજરાત સરકાર ,

શ્રી ડો.મહેશભાઈ નાયક ડીઆઈજી આર્મ્સ યુનિટ વડોદરા જિલ્લા કલેક્ટર શ્રી નર્મદા ,જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નર્મદા , શ્રી ઘનશ્યામભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નર્મદા જીલ્લા વગેરે ઉપસ્થિત રહેશે
ગુજરાત મહિલા ફુટબોલ એસોસિએશન ના પ્રમુખ અરુણકુમાર સાધુ ,મહા મંત્રી શ્રીમતી ટીનાક્રિષ્ના દાસ સમગ્ર ટુર્નામેન્ટ નું સંચાલન કાર્ય સંભાળી રહ્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.