Western Times News

Gujarati News

ઉગ્રવાદીઓએ છુપાઈને હુમલો કરતાં એક CRPF જવાન શહીદ

(એજન્સી)મણિપુર, મણિપુરના જિરિબામ જિલ્લામાં આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં પોલીસ સાથેની સંયુક્ત પેટ્રોલિંગ ટીમ પર શંકાસ્પદ ઉગ્રવાદીઓએ છુપાઈને હુમલો કર્યો. આ હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળનો એક જવાન શહીદ થયો છે જ્યારે પોલીસના કમાન્ડો ઘાયલ થયા છે. હાલમાં, શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે. 43 yr old from #Bihar made the supreme sacrifice in an attack by Kuki Terrorists in Jiribam.

અહેવાલ મુજબ, મણિપુર પોલીસના અધિકારીઓનું કહેવું છે કે આસામની સરહદ સાથે જોડાયેલા જિલ્લામાં સંયુક્ત પેટ્રોલિંગ દળ પર શંકાસ્પદ ઉગ્રવાદીઓએ ભારે ગોળીબાર કર્યો. તે સમયે સીઆરપીએફનો જવાન પેટ્રોલિંગ એસયુવીની નજીક ચાલી રહ્યો હતો, ત્યારે જ શંકાસ્પદ ઉગ્રવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમે પણ જવાબી કાર્યવાહી કરી. જેના પછી ઉગ્રવાદીઓ જંગલનો આશરો લઈને ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ થયા. હાલમાં, પોલીસનું શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે.

મુખ્યમંત્રીએ કુકી ઉગ્રવાદીઓના હુમલાની કડક નિંદા કરી આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે પોલીસ પર થયેલા હુમલા અંગ એકસ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. CM N. Birensingh tweet on X : I strongly condemn the killing of a CRPF personnel in an attack carried out by an armed group, suspected to be Kuki militants, in Jiribam district.

તેમણે કહ્યું કે હું આજે જિરિબામ જિલ્લામાં કુકી ઉગ્રવાદીઓના શંકાસ્પદ સશસ્ત્ર જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલામાં સીઆરપીએફ ના એક જવાનની હત્યાની કડક નિંદા કરું છું. તેમણે આગળ કહ્યું કે ફરજના માર્ગે તેમનું સર્વોચ્ચ બલિદાન વ્યર્થ નહીં જાય.મુખ્યમંત્રીએ કહ્યું કે હું મૃતક જવાનના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું, સાથે જ હુમલા દરમિયાન ઘાયલ થયેલા લોકોના જલ્દીથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

જણાવી દઈએ કે, મણિપુરમાં ગયા વર્ષના મેથી ચાલી રહેલી હિંસાથી અત્યાર સુધી જિરિબામ અપ્રભાવિત રહ્યું છે. અહીં પણ મેઇતી, મુસ્લિમ, નાગા, કુકી અને બિન મણિપુરી લોકો રહે છે.

જ્યારે, ઇમ્ફાલ ખીણમાં રહેતા મેઇતી અને પહાડી વિસ્તારોમાં રહેતા કુકી લોકો વચ્ચે ગયા વર્ષના મેથી ચાલી રહેલી જાતીય હિંસામાં અનેક સેંકડો લોકોના મૃત્યુ થયા છે અને હજારો લોકો બેઘર થઈ ગયા હતા. જ્યારે, ગયા વર્ષના મે મહિનામાં લાગેલી હિંસાની આગ પછીથી સતત ગોળીબાર અને હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.