Western Times News

Gujarati News

૨૦૪૩ સુધીમાં ૪૪ દેશોમાં ઇસ્લામિક શાસન હશે – બાબા વેંગા

બાબા વેંગાની ભવિષ્યવાણી

બલ્ગેરિયન ભવિષ્યવેત્તાની આગાહીથી વિશ્વભરમાં ચર્ચા, બીજા વિશ્વયુદ્ધ અને ૯/૧૧ જેવી ઘટનાઓની પણ કરી હતી આગાહી

નવી દિલ્હી,
વિશ્વભરમાં પોતાની અદ્ભુત ભવિષ્યવાણીઓ માટે જાણીતી બલ્ગેરિયન મહિલા ભવિષ્યવેત્તા બાબા વેંગાએ ફરી એકવાર વિશ્વના રાજકીય અને સામાજિક પરિદૃશ્યને લઈને એક મોટી આગાહી કરી છે. બાબા વેંગાના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૪૩ સુધીમાં યુરોપ ખંડના ૪૪ દેશો ઇસ્લામિક શાસન હેઠળ આવી જશે. આ ભવિષ્યવાણીએ સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચા જગાવી છે, ખાસ કરીને યુરોપમાં તેની સંભવિત અસરોને લઈને લોકોમાં ઉત્સુકતા અને ચિંતા જોવા મળી રહી છે.બાબા વેંગા, જેનું સાચું નામ વાંગેલિયા પાંડેવા ગુશ્તેરોવા હતું, એક એવી ભવિષ્યવેત્તા તરીકે જાણીતા છે જેમણે તેમના જીવનકાળ દરમિયાન અને ત્યારબાદ પણ વિશ્વની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે સચોટ આગાહીઓ કરી હતી.

તેમની આગાહીઓમાં બીજા વિશ્વયુદ્ધની ભયાનકતાનો ઉલ્લેખ પણ સામેલ છે, જે ૧૯૩૯ થી ૧૯૪૫ સુધી ચાલ્યું હતું અને લાખો લોકોના જીવ લીધા હતા. આ યુદ્ધે વિશ્વના રાજકીય નકશાને સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો.વધુમાં, બાબા વેંગાએ ૧૯૯૧માં સોવિયત સંઘના વિઘટનની પણ આગાહી કરી હતી, જે એક ઐતિહાસિક ઘટના હતી અને શીત યુદ્ધના અંતનું પ્રતીક બની હતી. તેમની આગાહી મુજબ, આ વિશાળ સામ્રાજ્ય અનેક સ્વતંત્ર રાષ્ટ્રોમાં વિભાજિત થઈ ગયું, જેણે પૂર્વીય યુરોપમાં રાજકીય અને સામાજિક પરિવર્તનનો એક નવો યુગ શરૂ કર્યાે.૧૯૮૬માં યુક્રેનમાં થયેલી ચેર્નાેબિલ દુર્ઘટના પહેલાં પણ બાબા વેંગાએ એક મોટી પરમાણુ આપત્તિની ચેતવણી આપી હતી. જ્યારે ચેર્નાેબિલના રિએક્ટરમાં ભયાનક વિસ્ફોટ થયો, ત્યારે તેમની આ આગાહી પણ સાચી સાબિત થઈ, જેના કારણે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી હતી.

બાબા વેંગાની સૌથી પ્રખ્યાત ભવિષ્યવાણીઓમાંની એક સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ના રોજ અમેરિકા પર થયેલા આતંકવાદી હુમલા વિશેની હતી. તેમણે આ ઘટનાને “સ્ટીલ બડ્‌ર્સ” એટલે કે સ્ટીલના પક્ષીઓ દ્વારા કરવામાં આવેલો હુમલો ગણાવ્યો હતો, જે પાછળથી ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હવાઈ હુમલા તરીકે ઓળખાયો અને વિશ્વને સ્તબ્ધ કરી દીધો.હાલમાં યુરોપ વિશેની તેમની આગાહીએ ચિંતાનું મોજુ ફેલાવ્યું છે. જો કે, બાબા વેંગાએ એશિયાના કોઈ પણ દેશ વિશે આગામી વર્ષાેમાં ઇસ્લામિક શાસન સ્થપાવાની કોઈ આગાહી કરી નથી. ભારત અને નેપાળ જેવા દેશો, જ્યાં હિન્દુ ધર્મ પાળનારા લોકોની સંખ્યા વધુ છે, તેમના માટે આ એક રાહતનો સંકેત હોઈ શકે છે. તેમ છતાં, યુરોપમાં થનારા આ સંભવિત પરિવર્તનની વૈશ્વિક સ્તરે કેવી અસર પડશે તે જોવું રહ્યું.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.