૧ કરોડની ગાડીઓના નંબર લેવા ૪૪ લાખ રૂપિયા ખર્ચ્યા
અમદાવાદ, શોખ બડી ચીઝ હૈ’, આ વાક્ય અમદાવાદના બિઝનેસમેન માટે બરાબર બંધ બેસે છે. ગાડીઓની વાત આવે ત્યારે બિઝનેસમેન મિહિર દેસાઈ જેમ્સ બોન્ડ બની જાય છે. હાલમાં જ તેમણે Audi Q5 અને ફોર્ચ્યુનર સિગ્મા ૪ ઓટોમેટિક કાર ખરીદી છે.
બ્રિટિશ જાસૂસ જેમ્સ બોન્ડની જેમ ૩૮ વર્ષીય બિઝનેસમેન પણ મનગમતું મેળવવા માટે પાણીની જેમ રૂપિયા વાપરવામાં માને છે. તેમણે નવી ગાડીઓના નંબર ૦૦૦૭ અને ૦૦૦૯ મેળવવા માટે અનુક્રમે ૨૧.૮૨ લાખ અને ૨૨.૦૮ લાખ રૂપિયા ખર્ચ્યા છે.
સિક્રેટ સર્વિસ એજન્ટ જેમ્સ બોન્ડનો કોડ નંબર ૦૦૦૭ છે જ્યારે ૦૦૦૯ અન્ય એક ઈન્ટેલિજન્સ ઓફિસરનો કોડ નંબર છે. મિહિર દેસાઈએ પોતાની ગાડીઓ ખરીદવા પાછળ ૧ કરોડ રૂપિયા ખર્ચ્યા જ્યારે પોતાની પસંદગીના નંબર મેળવવા માટે ૪૪ લાખ રૂપિયા વાપર્યા છે. GJ-01-WM સીરીઝની હરાજી ખૂબ રસપ્રદ રહી હતી. ૬૩૦ કન્ટેન્ડરોએ ભાગ લીધો હતો અને બધા જ પોતાના લકી નંબર મેળવવા માટે મથી રહ્યા હતા.
આ મહિનાની શરૂઆતમાં જ RTOને હરાજી થકી ૧.૩૩ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. જ્યારે મેં પહેલીવાર કાર ખરીદી ત્યારે મને ૦૦૦૭ અને ૦૦૦૯ નંબર મળ્યા હતા. ટૂંક સમયમાં જ આ નંબરો મારી ઓળખ સાથે વણાઈ ગયા હતા. જે લોકો મને જાણે છે તેઓ મારી કારના નંબર પરથી મને ઓળખી જતા હતા. પછી જ્યારે મેં નવા વાહનો ખરીદ્યા ત્યારે આ જ નંબરો રાખવાનું નક્કી કર્યું.
મને આ જ નંબરો મળે તે માટે હું શો-રૂમના સ્ટાફને પણ ખાસ સૂચનો કરતો હતો”, તેમ સિંધુભવન વિસ્તારમાં રહેતા મિહિર દેસાઈએ જણાવ્યું. મિહિર દેસાઈ આ નંબરો મેળવવા મક્કમ હતા અને સિક્રેટ એજન્ટ જેવી કુશળતા તેમનામાં દેખાતી હતી.
પોતાના મનગમતા નંબર મેળવવાના મિશન પર નીકળેલા મિહિર દેસાઈએ પોતાના ‘દુશ્મનો’ એટલે કે પ્રતિસ્પર્ધીઓને છેલ્લી ઘડીએ પોતાની રણનીતિથી હરાવી દીધા હતા. તેમણે ૩.૫૯.૨૫ કલાકે પોતાની બોલી લગાવી હતી અને બીજા બીડરને ઝટકો આપ્યો હતો. તેમણે લગાવેલી બોલી એટલી ઊંચી હતી કે, બીજાે બીડર આગળ બોલી લગાવી જ ના શક્યો.SS1MS