Western Times News

Gujarati News

પ્રેમિકા સાથે મોજશોખ માટે આંગડિયા કર્મીએ 44 લાખનો હવાલો પાડ્યો

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, ગયા જુલાઈ મહિનામાં શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રુપિયા ૪૪ લાખની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે આ લૂંટ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો થયા બાદ ખુદ પોલીસ પણ ચોંકી ગઈ છે.

આ કેસમાં એવો ખુલાસો થયો છે કે, પ્રેમિકા સાથે મોજશોખ કરવા માટે આંગડિયા પેઢીના કર્મચારીએ જ તેના મિત્રો સાથે મળીને રુપિયા ૪૪ લાખનો હવાલો પાડ્યો હતો. આંગડિયા પેઢીના કર્મચારીએ કલોલોની એક આંગડિયા પેઢીમાં ૪૪ લાખનો હવાલો પાડ્યો હતો અને બાદમાં મિત્રો પાસેથી આ રુપિયા ઉપાડી લેવડાવ્યા હતા.

આંગડિયા પેઢીનો કર્મચારી પોતાની પ્રેમિકાને રાજસ્થાન ફરવા લઈ જઈ મોજશોખ કરવા માંગતો હતો. એટલે તે તેની પ્રેમિકાને લઈને રાજસ્થાન ફરવા ચાલ્યો ગયો હતો. જાે કે, નવરંગપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ લાખો રુપિયાનો કાંડ કરનારા કર્મચારીને ઝડપી પાડ્યો છે. પોલીસે આ કેસમાં આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવરંગપુરા વિસ્તારના સીજી રોડ પર આવેલી એમ.કે. એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લાખો રુપિયાની લૂંટ થઈ હતી. આ ઘટના ગયા જુલાઈ મહિનામાં બની હતી. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરીને લૂંટારાઓને ઝડપી પાડ્યા છે.

ત્યારે પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આંગડિયા પેઢીના જ એક કર્મચારીએ રુપિયા ૪૪ લાખની લૂંટ કેસને અંજામ આપ્યો હતો. આરોપી કર્મચારીએ તેના મિત્રો સાથે મળીને આ આ કાંડ કર્યો હતો. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે, આરોપી આંગડિયા પેઢીનો કર્મચારી તેની પ્રેમિકાને ફરવા માટે રાજસ્થાન લઈ જવા માંગતો હતો.

પ્રેમિક સાથે મોજશોખ પૂરા કરવા માટે આંગડિયા પેઢીના કર્મચારીએ આંગડિયા પેઢીને જ મસમોટો ચૂનો ચોપડ્યો હતો. પોલીસ પૂછપરછમાં થયેલા ખુલાસા મુજબ, એમ.કે.આંગડિયા પેઢીના આરોપી કર્મચારી રવિ વાળંદે પોતાના એક મિત્રના નામે કલોલની આંગડિયા પેઢીમાં રુપિયા ૪૪ લાખનો હવાલો પાડ્યો હતો. જ્યારે રવિ વાંળંદના બે મિત્રો જિતેન્દ્ર પ્રજાપતિ અને વિજય રુપિયા લેવા માટે ગયા ત્યારે ગાડીમાં રવિ વાળંદ પણ બેસેલો નજરે પડ્યો હતો.

આ સમગ્ર ઘટના આંગડિયા પેઢીમાં લાગેલા સીસીવીટી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બીજી તરફ, અમદાવાદના નવરંગપુરા વિસ્તારની ઘટના હોવાથી સ્થાનિક પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસની તપાસ દરમિયાન સામે આવેલા સીસીટીવી ફૂટેજ જાેતા આખો કાંડ સામે આવ્યો હતો. આંગડિયા પેઢીના આરોપી કર્મચારી રવિ વાળંદે જ પોતાના મિત્રો સાથે મળીને આ ભયંકર કાંડને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.