Western Times News

Gujarati News

૪૪ વર્ષની તનિષા મુખર્જી આદર્શ પુરુષની શોધમાં

મુંબઈ, પીઢ અભિનેત્રી તનુજાની દીકરી અને કાજાેલની નાની બહેન હોવા છતાં તનિષા મુખર્જીને તેમના જેટલી પોપ્યુલારિટી મળી નથી. તેણે અત્યારસુધીના કરિયરમાં નિલ એન્ડ નિક્કી, સરકાર તેમજ સરકાર રાજ જેવી ગણીગાંઠી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે પણ ફ્લોપ રહી છે.

હાલમાં ઈન્ટરવ્યૂમાં પરિવારમાં એક્ટર્સની ત્રીજી જનરેશન હોવા વિશે વાત કરી હતી. આ સિવાય બહેનની દીકરી ન્યાસા અને દીકરા યુગ સાથે કેવું બોન્ડિંગ છે તેમજ લગ્ન વિશે શું વિચારી છે તે વિશે પણ ખુલીને જણાવ્યું હતું.

પરિવારમાં એક્ટર્સની ત્રીજી પેઢી હોવા પર કેટલું દબાણ છે અને સરખામણીઓને કઈ રીતે હેન્ડલ કરે છે તેમ પૂછતાં તેણે કહ્યું હતું ‘મારા પરિવારમાં એક્ટર્સની ત્રીજી જનરેશન હોવું તે મુશ્કેલ નથી. આ વાત હું અગાઉ પણ ઘણા ઈન્ટરવ્યૂમાં કરી ચૂકી છું’.

અમે પરિવારમાં અંદરોઅંદર સરખામણી કરતાં નથી. લોકો અમને સરખાવતા હશે પરંતુ અમે તેમ કરતાં નથી. અમે વ્યક્તિવાદી છીએ અને ખૂબ જ અલગ વ્યક્તિત્વ ધરાવીએ છીએ. તેથી, અમારી સાથે આવી વાતો કરવી મુશ્કેલ છે’, તેમ એક્ટ્રેસે ઉમેર્યું હતું.

સેલિબ્રિટી ઘણીવાર ટ્રોલ્સનો ટાર્ગેટ બનતા રહે છે, ખાસ કરીને એક્ટ્રેસિસ. ટ્રોલિંગને તું કઈ રીતે હેન્ડલ કરે છે? તેના જવાબમાં તેણે કહ્યું હતું ‘મને સોશિયલ મીડિયા પર રહેવું ગમે છે. આ એક એવું માધ્યમ છે જેનાથી થકી તમે ફેન્સ સાથે કનેક્ટ રહી શકો છો.

જ્યાં સુધી ટ્રોલ્સની વાત છે, હું તે તરફ ધ્યાન આપતી નથી. તેમની સાથે ડીલ કરવાનો આ જ બેસ્ટ ઓપ્શન છે. તનિષા મુખર્જી ૪૪ વર્ષની થઈ ગઈ છે અને લગ્ન ક્યારે કરશે તે જાણવા માટે ફેન્સ પણ આતુર છે. પોતાના માટે આદર્શ પુરુષની વ્યાખ્યા શું છે તે જણાવતાં એક્ટ્રેસે કહ્યું હતું ‘મારા માટે મારો આદર્ષ પુરુષ મારો સારો મિત્ર હોવો જાેઈએ.

તેણે મારી નબળાઈઓ અને શક્તિઓને સરખી રીતે સ્વીકારવા જાેઈએ. તેણે મને મજબૂત બનવા દેવી જાેઈએ અને આ માટે મારો આદર કરવો જાેઈએ’. બહેન કાજાેલની દીકરી ન્યાસા અને દીકરા યુગ સાથેના બોન્ડિંગ પર તેણે કહ્યું હતું ‘હું બંનેની ક્લોઝ છું’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.