Western Times News

Gujarati News

45 દિવસમાં પેમેન્ટ કરવાની અસરઃ 10 હજાર વેપારીના MSME રજિસ્ટ્રેશન રદ

માર્ચ સુધીમાં પેમેન્ટ કરવાના હોવાથી વેપારીઓને બેંકોમાંથી લોન લેવાની નોબત

અમદાવાદ, ગુજરાતના મોટી સંખ્યામાં વેપારીઓ એમએસએમઈના રજિસ્ટ્રેશન રદ કરાવી રહ્યા છે તેની પાછળનું કારણ એવું છે કે, ૪પ દિવસમાં પેમેન્ટ ના આવે તો માલ વેચનારે વેચાણ કર્યું હોય તેના પર ૩૦ ટકા ટેકસ ભરી દેવાનો નિયમ છે. નવી જોગવાઈ ૪૩ બીએચ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં રિટ પણ કરાઈ છે.

MSMEમાં નોંધણી કરાવી હોય તેવા વેપારીઓએ ૪પ દિવસમાં પેમેન્ટ કરી દેવાના હોય છે. જેના કારણે વેપારીઓને તકલીફ પડી રહી છે. કાપડ ઉદ્યોગ અને ઓટોમોબાઈલના વેપારીઓ અને એસેસરીઝનું વેચાણ કરતાં વેપારીઓને ભારે તકલીફ પડી રહી છે કેમ કે ક્રેડિટ પર ધંધો ચાલતો હોય છે. ટ્રાન્સપોર્ટરો ટ્ર માટેનો માલ સામાન ઉધારીમાં એટલે કે ક્રેડિટ પર લેતા હોય છે

તેના પેમેન્ટ આવતા મહિનો પણ લાગી જાય છે જેથી વેચાણ કરનાર વેપારી તેના ટ્રાન્સપોર્ટરને ઉઘરાણી માટે ફોન પણ કરી શકતા નથી. ૪પ દિવસમાં પેમેન્ટની વાત આવે એટલે સંબંધ પણ ખરાબ થાય છે. વેચાણ કરનારને પેમેન્ટ મળે નહીં તો પણ વેચાણ બિલ પર ૩૦ ટકા ટેકસ ભરી દેવો પડે છે જેથી વેપારી મુશ્કેલીમાં મૂકાય છે. ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ વ્યાપારી મંડળના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું કે, વેપારીઓ કંટાળીને એમએસએમઈની નોંધણી રદ કરાવી રહ્યા છે.

રાજ્યમાંથી અંદાજ દસ હજાર કાપડના વેપારીઓએ નોંધણી રદ કરાવી છે. કાપડ ઉદ્યોગ વર્ષોથી ક્રેડિટ કાડ પર ચાલી રહ્યો છે. વેપારીઓ માર્કેટમાં ઉંચી રકમના વ્યાજ શરાફ પાસેથી નાણાં લઈને ધંધો ચલાવતા હોય છે એટલે કાપડને મોટી અસર થઈ છે.

કાપડના એક્સપોર્ટના ઓર્ડરો કેન્સલ થઈ રહ્યા છે. જેથી કાપડની પેઢીઓના ઉઠમણા પણ થઈ શકે છે. કર્મીઓના પગાર, માર્કેટમાંથી લીધેલા માલના પેમેન્ટ, લોનના હપ્તા, સરકારી ટેકસ ભરવાના હોવાથી હાલત ખરાબ થઈ ગઈ છે. અમદાવાદમાં ઓટોપાર્ટસનું વેચાણ કરતાં અંદાજે સાતથી દસ હજાર વેપારીઓના પેમેન્ટ અટવાઈ ગયા છે પણ વેચાણ બિલ પર ટેકસની મોટી રકમ ભરવાની આવતા બેંકોમાંથી લોન લેવાની નોબત આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.