Western Times News

Gujarati News

પરમાણુ બોંબની ધમકી આપનાર પાકિસ્તાનમાં ૪૫% લોકો ગરીબ

પાકિસ્તાનમાં ૧૬ ટકા લોકો અત્યંત ગરીબ વર્ગમાં આવે છેઃ વર્લ્ડ બેંક

વિશ્વ બેંકે વૈશ્વિક ગરીબી સૂચકાંકને અપડેટ કર્યાે છે અને એમાં પાકિસ્તાનની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી

કીવ,ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપનાર પાકિસ્તાન ગરીબી સામેની લડાઈ હારતું દેખાઇ રહ્યું છે. પાકિસ્તાનની લગભગ અડધી વસ્તી ગરીબી રેખાની નીચે જીવી રહી છે. વિશ્વ બેંકના આંકડા અનુસાર, પાકિસ્તાનની ૪૫ ટકા વસ્તી ગરીબી રેખાની નીચે જીવી રહી છે. વિશ્વ બેંકનું કહેવું છે કે પાકિસ્તાનમાં અત્યંત ગરીબીમાં જીવી રહેલી વસ્તીની સંખ્યા ૧૬ ટકા છે. આમાં છેલ્લા કેટલાક વર્ષાેમાં ૪.૯ ટકાનો વધારો થયો છે.

વિશ્વ બેંકે વૈશ્વિક ગરીબી સૂચકાંકને અપડેટ કર્યાે છે અને એમાં પાકિસ્તાનની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. તેનું કારણ એ છે કે છેલ્લા કેટલાક વર્ષાેમાં પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં કોઈ ગ્રોથ થયો નથી. વિશ્વ બેંકનું કહેવું છે કે ઈન્ટરનેશનલ પોવર્ટી લાઈન ત્રણ ડોલર માસિક કમાણી પર આધારીત છે. પાકિસ્તાનમાં એવા લોકો ૪૫ ટકા છે, જેમની મહિનાની કમાણી ત્રણ ડોલર પણ નથી. આ ઉપરાંત પાકિસ્તાનમાં અત્યંત ગરીબ લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે.આ પહેલા ઈન્ટરનેશનલ પોવર્ટી ઈન્ડેક્સનો માપદંડ ૨.૧૫ ડોલર હતો, જે હવે વધીને ત્રણ ડોલર થઈ ગયો છે.

આ પહેલા ઓછી આવક ધરાવતા દેશો માટે પ્રતિ વ્યક્તિ આવકદર વિશ્વબેંકે ૨.૧૫ ડોલર નક્કી કર્યાે હતો. ત્યારે પાકિસ્તાનના ૪.૯ ટકા લોકો અતિ ગરીબ હોવાનું કહેવામાં આવ્યું હતું. હવે આ માપદંડ વધારીને ૩ ડોલર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ગરીબીની સાથે જ આરોગ્ય અને શિક્ષણના માપદંડોમાં પણ નીચે ધકેલાયું છે. અહીં સુધી કે પાકિસ્તાનમાં છેલ્લા દોઢ વર્ષમાં પોલિયોના ૮૧ કેસ મળી ચુક્યા છે. એવું ત્યારે બન્યું છે, જ્યારે દુનિયાના તમામ દેશો પોલિયો મુક્ત થઈ ચુક્યા છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.