બાલાસિનોરની ગાર્ડન પેલેસ હોટલ ખાતે ૪૫ લોકોએ ધર્મ પરિવર્તન કર્યું
હિન્દુ ધર્મમાંથી ધર્મપતિવર્તન કરી બૌદ્ધ ધર્મની ૨૨ પ્રતિજ્ઞા ગ્રહણ કરી : ફોટો અને વીડિયો વાયરલ થતાં જીલ્લામાં હડકંપ મચ્યો
(પ્રતિનિધિ) વીરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા હોટલ ખાતે બાલાસિનોર સહિત ખેડા અને પંચમહાલ જિલ્લાના ૪૫ લોકોએ ધર્મપરિવર્તન કરતા હડકંપ મચી જવા પામ્યો છે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા ખાતેની ગાર્ડન પેલેસ હોટલ ખાતે ૪૫ લોકોએ ધર્મ પરિવર્તન કરતા મહીસાગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ત્યારે મહીસાગર, ખેડા, પંચમહાલ જિલ્લાના ૪૫ જેટલાં લોકોએ બાલાસિનોર ખાતે આવેલી ગાર્ડન પેલેસ હોટેલમા હિન્દુ ધર્મ માંથી ધર્મ પતિવર્તન કરી બૌદ્ધ ધર્મની ૨૨ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી જેમા બાલાસિનોર નગરમાં આવેલ ગાર્ડન પેલેસ હોટલ ખાતે પોરબંદર થી આવેલ બૌદ્ધ ધર્મના ધર્મ ગુરુની ઉપસ્થિતિમાં બાલાસિનોર સહિત ગ્રામ્ય વિસ્તારના કુલ ૪૫ લોકોએ ધર્મપરિવર્તન કરતા હડકંપ મચી જવા પામ્યો છે.
ઉપરાંત આ ધટનાના ફોટા અને વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર ઘટના સામે આવતા બાલાસિનોર નગર સહિત મહીસાગર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે જયારે ધર્મ પરિવર્તન કરવાનો મુખ્ય હેતુ હિન્દુ ધર્મમાં સમાનતા ન હોવાના કારણે ૪૫ જેટલાં લોકોએ ધર્મ પરીવર્તન કર્યું છે આ બાબતે સમગ્ર લોકોએ ધર્મપરિવર્તન કરતા પહેલા જિલ્લા કલેકટર ને લેખિત માં અરજી કરી જાણ કરેલ છે પરંતુ જિલ્લા કલેકટર પાસે થી કોઈ પ્રતિઉત્તર ન મળતાં ૪૫ જેટલાં લોકોએ બંધારણની કલમ હેઠળ જાે ૩૦ દીવસ પછી જાે વહીવટી તંત્ર પાસે થી કોઈ ઉત્તર ન મળે તો ધર્મ પરીવર્તન કરી શકે છે તે માટે મહીસાગર જીલ્લા સહીત આજુબાજુના જિલ્લાના કુલ ૪૫ જેટલા લોકોએ સામૂહિક દીક્ષા ગ્રહણ કરી બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો છે.