અંકલેશ્વર GIDCમાંથી દારૂ ભરેલ ગોડાઉનમાંથી 450 પેટીઓ મળી
સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી ૩ આરોપીઓને ૪૫૦થી વધુ દારૂની પેટીઓ સાથે ઝડપી પાડયા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) સ્ટેટ મોનીટરીંગ સેલે અંકલેશ્વર જીઆઈડીસી માંથી દારૂનું ગોડાઉન ઝડપી પાડી કાર્યવાહી હાથધરી છે.ટ્રક માંથી ગોડાઉનમાં થલવાતી દારૂની ૪૫૦ થી વધુ પેટીઓ સાથે ૩ આરોપીઓને ઝડપી પાડયા છે.
મળતી પ્રાથમિક માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલે અંકલેશ્વર જીઆઈડીસી માંથી દારૂનો ગોડાઉન ઝડપી પાડ્યું છે.સારંગપુર ગામની સીમમાં શ્રી હરિ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલું ગોડાઉન માલિકે ઓએલએક્સ ઉપર ભાડે મૂક્યું હોવાની વિગતો હાલ બહાર આવી છે.જેના આધારે આરોપીઓએ ગોડાઉન ભાડે રાખ્યું હતું.સ્ટેટ મોનીટરીંગ સેલને ગોડાઉનમાં દારૂ કટિંગ થઈ રહ્યો હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો.
શ્રી હરિ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્ટેટ મોનીટરીંગ સેલનાં દરોડા વેળા જ ટ્રકમાંથી દારૂની પેટીઓ ગોડાઉનમાં ખાલી કરતા ઝડપાઈ ગયું હતું.સ્ટેટ મોનીટરીંગ સેલે ટ્રક,દારૂની પેટીઓ સહિત સ્થળ પરથી ૩ આરોપીઓની ધરપકડ કરી છે.
ઝડપાયેલ ટ્રક,દારૂની ૪૫૦ થી વધુ દારૂની પેટીઓ અને ૩ આરોપીઓને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે લાવી ફરિયાદ નોંધાવવા સાથે હાલ દારૂના જથ્થા અને મુદ્દામાલની ગણતરી હાથ ધરવામાં આવી રહી છે.
આરોપીઓએ કેટલા સમયથી કેટલા રૂપિયામાં ગોડાઉન ભાડે રાખ્યું હતું.દારૂનો અત્યાર સુધી કેટલો જથ્થો ગોડાઉનમાં ઠાલવો ત્યાંથી ક્યાં ક્યાં કોને પહોંચાડ્યો હતો તેમજ માલ કોણ અને ક્યાંથી મોકલતો હતો. સાથે આ વેપલામાં ક્યાં ક્યાં બુટલેગરો અને આરોપીઓ સંડોવાયેલા છે તેની વિગત તો તપાસ બાદ જ બહાર આવશે.