દેશભરની ૪૫૧ કુમારીઓએ પોતાને માનવ સેવામાં પરમાત્મા શિવને સમર્પણ કર્યું
બ્રહ્માકુમારીઝ, આબુ શાંતિવન ખાતે ઐતિહાસિક “દિવ્ય અલૌકિક સમર્પણ સમારંભ યોજાયો
આબુ, આંતરરાષ્ટ્રીય અધ્યાત્મ સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના ઇતિહાસમાં ૩૦ જૂન,૨૦૨૩ ઐતિહાસિક રહ્યો. જ્યારે દેશભરના અનેક રાજ્યોમાંથી ૪૫૧ દીકરીઓએ પોતાને પરમાત્મા શિવને સમર્પિત કરી માનવ માત્રની સેવા માટે સંગઠિત સંકલ્પ કર્યો.
પાંચ દિવસીય આ દિવ્ય અલૌકિક સમર્પણ સમારંભમાં ઉપસ્થિત કુમારીઓના સગા સંબંધીઓની સંખ્યા ૧૫૦૦૦ હતી અધ્યાત્મ સશક્તિકરણ અને શિવ અવતરણ- રાજયોગા- ઈશ્વરીય જ્ઞાન વિષયે શિબિરમાં ભાગ લઈ પોતાને ધન્ય અનુભવ કરેલ તથા ગહન આત્મિક શાંતિની અનુભૂતિ દ્વારા પોતાને સશક્ત બનાવેલ.
૩૦ જુને સાંજે ૪ઃ૩૦ કલાકથી શરૂ થયેલ સમારંભની શરૂઆત પરમાત્મ યાદ મેડીટેશનથી થયેલ. ત્યારબાદ શિવ પાર્વતી વિવાહની વિવિધ પ્રમાણે શ્રંગારીત કુમારીઓને સુંદર સજાયેલ ડ્રેસમાં શિહાસન પર બિરાજમાન કરી કટકથી આવેલ ૨૦૦ કલાકારોના ગ્રુપ દ્વારા અધ્યાત્મ અલૌકિક સમર્પણના દિવ્ય આબેહૂબ ઊભા કરેલ દ્રશ્યો એ ઉપસ્થિત ૧૫૦૦૦ ભાઈ બહેનોના આંખમાં અશ્રુધારા વહેવડાવેલ.
માતા પિતાએ પોતાની લાડલીને બ્રહ્માકુમારીઝ ના મુખ્ય પ્રશાસિકા ડૉ.દાદી રતન મોહિનીજી સમક્ષ શિવાર્પણ કરેલ. સીએ., એમ.ટેક., એન્જિનિયર, નર્સિંગ, લો તથા વિવિધ ફેકલ્ટીમાં ડિગ્રી મેળવેલ દીકરીઓને માનવસેવામાં સમર્પિત કરતાં કટકના ૨૦૦ કલાકારોએ અદભુત દિવ્ય નૃત્યો સાથે ભાવુક દ્રશ્યો રજૂ કર્યા.
બ્રહ્માકુમારીઝના ઇતિહાસમાં આ સૌથી મોટા અલૌકિક સમર્પણ સમારોહમાં કુમારીઓના ૧૫૦૦૦ સગા સંબંધીઓ જાેડાયા. વૈશ્વિક શાંતિ, સદભાવ, સ્નેહ અને એકતા સાથે ઈશ્વરીય અવતરણના સંદેશને માનવ માત્ર સુધી પહોંચાડવાના સામુહિક શપથ લીધા.
સમારંભમાં બ્રહ્માકુમારીઝના ડો. દાદી રતન મોહિનીજીએ પોતાના આશીર્વચનમાં જણાવેલ કે નિરાકાર પરમાત્મા શિવની આ પાર્વતીઓ રાજયોગ અને ઈશ્વરીયજ્ઞાનના જીવનમાં અભ્યાસ દ્વારા ભારત પર ફરી સતયુગી દુનિયા સ્થાપન કરવા દ્રઢ નિશ્ચયી છે
અને માનવ માત્રના અધ્યાત્મ સશક્તિકરણ કરવા વૈશ્વિક સેવામાં સદા તત્પર રહેશે. આ ભવ્ય સમારંભમાં બ્રહ્માકુમારીઝના વરિષ્ઠ પદાધિકારીઓએ પોતાના આશીર્વચન આપેલ તથા અલૌકિક સમારંભને જીવનભરની યાદગાર બનાવેલ.