46% જેટલી કંપનીઓ હવે વધુ એપ્રેન્ટિસની ભરતી કરવા ઉત્સુક
~કોવિડ 19નું સંકટ હોવા છતાં એપ્રેન્ટિસશિપ ભરતીમાં પોઝિટિવ વૃદ્ધિ, ચોખ્ખું એપ્રેન્ટિસશિપ આઉટલૂક 33% નોંધાયું~
NETAP [નેશનલ એમ્પ્લોયેબિલિટી થ્રુ એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ], જે ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી તરફથી ભારતનો સૌથી મોટો ડિગ્રી એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ છે, તેણે પોતાનો લેટેસ્ટ અહેવાલ ‘એપ્રેન્ટિસશિપ આઉટલૂક રિપોર્ટ’ આપ્યો છે. આ અહેવાલમાં ભારતમાં એપ્રેન્ટિસશિપ હાયરિંગના ટ્રેન્ડનું ઉંડાણપૂર્વક વિશ્લેષણ કરીને જણાવાયું છે કે 46% જેટલા એમ્પ્લોયર (રોજગારીદાતા) જુલાઈથી ડિસેમ્બર 2020ના ગાળા દરમિયાન એપ્રેન્ટિસની ભરતી વધારવા માટે ઉત્સુક છે.
હાલમાં કોવિડ-19ની પરિસ્થિતિ હોવા છતાં ઘણા સેક્ટર અને પ્રદેશોમાં એપ્રેન્ટિસની ભરતીમાં હકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે. સમગ્ર વર્ષ માટે ચોખ્ખું એપ્રેન્ટિસશિપ આઉટલૂક 33 ટકા છે. આ હકારાત્મક વૃદ્ધિ માટે જવાબદાર પરિબળો પૈકી એક પરિબળ એ છે કે લગભગ 32 ટકા કંપનીઓ હાલમાં શ્રમબળની અછતને પૂરી કરવા માટે એપ્રેન્ટિસશિપ તરફ નજર દોડાવી રહ્યા છે. કોવિડ-19ના કારણે કામદારો પોતાના વતન સ્થળાંતર કરી ગયા હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.
આ ઉપરાંત 25 ટકા કંપનીઓ રોગચાળા વચ્ચે પ્રોડક્ટ અને સેવાઓની વધતી માંગને પહોંચી વળઆ એપ્રેન્ટિસની ભરતી વધારી રહી છે. આ ઉપરાંત બીજું યોગદાન આપનારું પરિબળ એ છે કે વધુને વધુ કંપનીઓ કૌશલ્યસભર પ્રતિભાશાળી લોકોનું ઉત્પાદકીય રિસોર્સ પૂલ રચવા માટે એપ્રેન્ટિસશિપની ગુણવત્તાને સ્વીકારી રહી છે.
જે કંપનીઓની મુલાકાત લેવામાં આવી હતી તેમાંથી 27 ટકાએ જણાવ્યું કે તેઓ બેઝિક સ્તરે માનવબળના ખર્ચનો મહત્તમ લાભ લેવા માટે એપ્રેન્ટિસની ભરતી કરવાની યોજના ધરાવે છે.
તમામ સેક્ટર અને શહેરો માટે સેન્ટીમેન્ટનું વિશ્લેષણ કરવામાં આવે તો નેટ એપ્રેન્ટિસશિપનું ચિત્ર જે શહેરોમાં બહુ ઉજળું છે તેમાં અમદાવાદ (42 ટકા), હૈદરાબાદ (40 ટકા), મુંબઈ (39 ટકા) અને ચેન્નાઈ (38 ટકા)નો સમાવેશ થાય છે.
જે ટોચના સેક્ટરમાં એપ્રેન્ટિસીસની માંગ રહેવાનીછે તેમાં હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ (42 ટકા), મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ (40 ટકા), રિટેલ (38 ટકા) તથા ઇકોમર્સ (38 ટકા)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત આ રિપોર્ટમાં એપ્રેન્ટિસિસને જેમાં કામે લગાડવાના છે તે કેટેગરીનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. કેટેગરીની દૃષ્ટિએ જોવામાં આવે તો ટ્રેડ, ટેકનિશિયન અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસિસ માટે ભરતી વધારતા હોય તેવી કંપનીઓના પ્રમાણમાં અનુક્રમે 31 ટકા, 22 ટકા અને 16 ટકાનો વધારો થયો છે. આ મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ, રિટેલ, હેલ્થકેર અને ફાર્મા, ઇકોમર્સ અને ઓટોમોબાઈલ જેવા સેક્ટર્સમાં છે.
આ અભ્યાસ પર ટિપ્પણી કરતા NETAP, ટીમલીઝ સ્કીલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડન્ટ શ્રી સુમિત કુમારે જણાવ્યું કે, “અત્યારની રોગચાળાની પરિસ્થિતિમા મુશ્કેલીઓ પેદા થઈ હોવા છતાં કંપનીઓમાં એપ્રેન્ટિસિસની ભરતી કરવા માટેનું એકંદર સેન્ટીમેન્ટ બહુ હકારાત્મક છે. લોકડાઉનના શરૂઆતના મહિનાઓમાં ભરતીમાં ઘટાડો નોંધાયો હતો પરંતુ ત્યાર પછી ભરતીમાં હકારાત્મક ઉછાળો આવ્યો છે. ખાસ કરીને જૂન/જુલાઈમાં આમ થયું છે.
એક તરફ વધુ એમ્પ્લોયર્સ કૌશલ્યસભર ઉત્પાદકીય વર્કફોર્સ રચવા માટે એપ્રેન્ટિસશિપને એક ઉકેલ તરીકે સ્વીકારતા થયા છે. લગભગ 78 ટકા જેટલા એમ્પ્લોયર્સને લાગે છે કે તેમના એપ્રેન્ટિસિસ ઉત્પાદકીય છે. બીજી તરફ હાલના રોગચાળાએ એ બાબત સમજાવી છે કે એપ્રેન્ટિસિસમાં રોકાણ કરીને અને ટેલેન્ટ ટૂલ રચવાથી ફાયદો થઈ શકે છે, ખાસ કરીને સ્થાનિક પ્રતિભાશાળી લોકોનો ઉપયોગ કરીને આવી અછતની સ્થિતિનો સામનો કરી શકાય છે. લગભગ 24 ટકા જેટલા સંગઠનોએ રોગચાળાના ગાળા દરમિયાન તેમના એપ્રેન્ટિસની ભરતીમાં વધારો કર્યો છે.”
“આ ઉપરાંત ઇ-કોમર્સ, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ વગેરે વધુ સેક્ટરો પણ આ મોડલને અપનાવતા થયા છે. તેઓ કોવિડના કારણે વધેલી માંગને પહોંચી વળવા માટે આક્રમક રીતે એપ્રેન્ટિસિસની ભરતી કરી રહ્યા છે,” તેમ કુમારે જણાવ્યું હતું.
આ ઉપરાંત રિપોર્ટમાં નેટ એપ્રેન્ટિસશિપ આઉટલૂકનું વિશ્લેષણ કરતા જણાવાયું છે કે મોટા ઉદ્યોગસાહસો માટે 38 ટકા અને મધ્યમ કદના સાહસો માટે 30 ટકા હકારાત્મક ચિત્ર છે.
મોટા ઉદ્યોગસાહસોની વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ (36 ટકા) અને સર્વિસિસ (39) ટકા વધારે ઊંચું નેટ આઉટલૂક ધરાવે છે. રિપોર્ટ પ્રમાણે આગામી સમયમાં મશીનિસ્ટ (35%) અને મિકેનિક (30%), હેલ્પર્સ (31%) અને સેલ્સ એક્ઝિક્યુટિવ્સ (32%)ની વધારે માંગ રહેશે.
આ ઉપરાંત રિપોર્ટમાં એપ્રેન્ટિસિસની ભરતીમાં લિંગને લગતી સમાનતા પણ વ્યક્ત થઈ છે. જે કંપનીઓએ સરવેમાં ભાગ લીધો તેમાંથી 34 ટકાએ કહ્યું કે તેઓ લિંગની બાબતમાં તટસ્થ વલણ અપનાવે છે તથા તેઓ LGBTQ સમુદાયમાંથી ભરતી કરવા માટે પણ ખુલ્લું મન ધરાવે છે. 43% કંપનીઓ પુરુષ ઉમેદવારને પસંદ કરે છે જ્યારે 23% મહિલા ઉમેદવારોને પસંદ કરે છે. મહિલા ઉમેદવારોની ભરતી કરવા માટે હૈદરાબાદ વધારે ખુલ્લું મન ધરાવે છે, જ્યારે બેંગલોર અને મુંબઈ જેન્ડરની બાબતમાં અનિશ્ચિત હતા.