Western Times News

Gujarati News

આ મહિલાએ છેલ્લા 32 વર્ષથી વાળ કપાવ્યા નથીઃ 7.9 ફૂટ લાંબા વાળ સાથે ગિનિસ રેકોર્ડ

૭ ફૂટ નવ ઈંચ લાંબા વાળ સાથે પ્રયાગરાજની મહિલાનો ગિનિસ રેકોર્ડ-ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની રહેવાસી ૪૬ વર્ષના સ્મિતા શ્રીવાસ્તવે ૩૨ વર્ષથી વાળ કપાવ્યા નથી

નવી મુંબઇ,આ દુનિયામાં અવનવુ અને કંઇક હટકે કરીને લોકો પોતાના ટેલેન્ટથી પોતાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવા માંગતા હોય છે. કોઇની હાઇટ લાંબી છે તો કોઇની નાની, કોઇ પોતાના લાંબા નખને કારણે તો કોઇ પોતાના વાળથી ગાડી ખેંચવાને કારણે આ લિસ્ટમાં છે ઘણા રેકોર્ડ તો બહુ હટકે અને અટપટા છે કોઇએ વિચાર્યું પણ ના હોય એવા કરતબો કરીને દેશ દુનિયાના લોકોએ પોતાનું નામ આ બુકમાં નોંધાવ્યુ છે. ત્યારે આજકાલ એક મહિલા જે પોતાના લાંબા વાળને કારણે ચર્ચામાં છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની રહેવાસી સ્મિતા શ્રીવાસ્તવ તેમના લાંબા વાળના કારણે ચર્ચામાં છે અને તેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. સ્મિતાએ ૩૨ વર્ષથી પોતાના વાળ કપાવ્યા નથી. આ પ્રેરણા તેમણે તેમના માતા પાસેથી મળી હતી. સ્મિતા શ્રીવાસ્તવ હવે ૪૬ વર્ષના થઈ ગઈ છે. ૧૪ વર્ષની ઉંમરથી આજ સુધી તેણે કાતરથી વાળ કાપવા દીધા નથી.

છેલ્લા ૩૨ વર્ષમાં સ્મિતાએ પોતાના વાળ એટલા લાંબા કર્યા કે તેનું નામ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નોંધાઈ ગયું. રેકોર્ડ બુકમાં તેનું નામ નોંધાયા બાદ તેના ઘરની બહાર ચાહકોની કતાર લાગી ગઈ હતી. 46-year-old Smita Srivastava, a resident of Prayagraj, Uttar Pradesh, has not cut her hair for 32 years.

સ્મિતા શ્રીવાસ્તવ પ્રયાગરાજના અલ્લાપુરની રહેવાસી છે. તેમણે બિઝનેસમેન સુદેશ શ્રીવાસ્તવ સાથે લગ્ન કર્યા છે. દંપતીને બે પુત્રો છે. Âસ્મતાનો મોટો દીકરો અથર્વ નોઈડામાં બીટેકકરી રહ્યો છે અને નાનો દીકરો શાશ્વત સેન્ટ જાસેફ કોલેજમાં ૭મા ધોરણમાં અભ્યાસ કરે છે. સ્મિતાના માતા-પિતા જ્ઞાનપુર (ભદોહી)ના રહેવાસી છે. તેની ચાર બહેનો પણ છે, જેણે તેને લાંબા વાળ રાખવાની પ્રેરણા આપી હતી. સ્મિતાએ નાનપણથી જ નક્કી કરી લીધું હતું કે તે તેના વાળ તેની માતાની જેમ સુંદર બનાવશે.

સ્મિતા કહે છે કે જ્યારે પણ મારા વાળ ઉતરે છે ત્યારે હું તેને ફેંકતી નથી. હું તેમને મારા ઘરમાં સુરક્ષિત રાખું છું. મારા લાંબા વાળને કારણે બધા મને જાતા રહે છે. લોકો વાળ સાથે સેલ્ફી લેતા પણ જાવા મળે છે.

Âસ્મતા શ્રીવાસ્તવ પોતાના વાળની દેખભાળ માટે બે કલાકથી વધુ સમય આપે છે. આ જ કારણ છે કે ખૂબ લાંબા વાળ હોવાને કારણે તે અઠવાડિયામાં માત્ર બે વાર જ વાળ ધોઈ શકે છે. વાળ ધોવામાં અડધા કલાકથી વધુ સમય લાગે છે.

Âસ્મતાને લાંબા વાળના કારણે પ્રયાગરાજમાં ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ઘણી વખત સન્માનિત પણ કરવામાં આવ્યા છે. Âસ્મતાના વાળની લંબાઈ ૨૩૬.૨૨ સેમી (૭ ફૂટ ૯ ઈંચ) છે. અગાઉ ૨૦૧૨માં તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્‌સમાં નોંધાયેલું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.