સોમનાથ મંદિરમાં ખાતે સાંજે ૫ વાગ્યે થી ૫:૦૫ સુધી શંખનાદ ઘંટનાદ

૨૨ માર્ચ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જનતા કર્ફ્યુ કોરોના સામે લડવા જે અભિયાન યોજાયેલ, જે અંતર્ગત આવશ્યક સેવાઓ માટે જે લોકો એ જહેમત ઉઠાવી ફરજ બજાવી છે, તેમનો આભાર વ્યક્ત કરવા હેતુ શ્રી સોમનાથ મંદિરમાં ખાતે સાંજે ૫ વાગ્યે થી ૫:૦૫ સુધી ( પાંચ મિનિટ ) શંખનાદ ઘંટનાદ કરવામાં આવેલ, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલે ગાંધીનગર સ્થિત તેઓના નિવાસ સ્થાને થાળી વગાડવા નો કાર્યક્રમ યોજી દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
