Western Times News

Gujarati News

48 વર્ષીય પાડોશીએ સગીરાને શારીરિક અડપલા કર્યા: પોલીસે નરાધમને દબોચ્યો

પ્રતિકાત્મક

(એજન્સી)માંગરોળ, ગુજરાતીમાં કહેવત છે પહેલો સગો પાડોશી પણ આ કહેવત માંગરોળ તાલુકામા ખોટી સાબિત થઈ છે. માંગરોળ તાલુકાના એક ગામમાં પાડોશીએ જ ૧૦ વર્ષની માસૂમ બાળા પર નજર બગાડી હતી અને તેઓને રૂમમાં લઇ લઈને શારીરિક અડપલાં કર્યા હતા.

ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ગણતરીની કલાકોમાં હવસખોર પાડોશીને દબોચી લીધો હતો. સુરત જિલ્લામાં વધુ એક શર્મનાક ઘટના સામે આવી હતી. માંગરોળ તાલુકાના એક ગામમાં ૧૦ વર્ષની સગીરા તેઓની બહેન સાથે એકલી ઘરે હતી.

તે દરમિયાન બાજુની રૂમમાં જ રહેતો ૪૮ વર્ષીય પાડોશીએ સગીરાની બહેનને રૂપિયા આપી દુકાન પર મોકલી આપી હતી અને એકલતાનો લાભ લઈને ૧૦ વર્ષની સગીરા પર નજર બગાડી તેને રૂમમાં ખેંચી ગયો હતો અને સગીરાના છાતીના ભાગે હાથ ફેરવી શારીરિક અડપલા કર્યા હતા. તેમજ શોર બકોર કર્યો હતો.

જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સગીરાને પોતાની સાથે ખરાબ વ્યહાર થયો હોવાનું માલુમ પડતા જ તે ધ્રુજી ઉઠી હતી અને પોતાના માતા પોતાને સમગ્ર કૃત્યની જાણ કરતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેઓ તુરત કોસંબા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના આધાર કોસંબા પોલીસે ૪૮ વર્ષીય બિરજુ ભૂઇયા નામના નરાધમને દબોચી તેઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. પોતાની હવસ સંતોષવા માસૂમ બાળકીઓ પર નજર બગાડનાર નરાધમ વિરૂદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે તે હાલ જરૂરી બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.