અમદાવાદના આકાશમાંથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન દેખાયું

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે અવકાશમાં તરતો મૂકાયેલો સૌથી વિશાળ માનવસર્જિત ઉપગ્રહ ISS અમદાવાદના આકાશમાંથી શુક્રવારે સાંજે 7.16 કલાકે પસાર થયો હતો. આ નજારો 6 મિનિટ 32 સેકન્ડ સુધી લોકોએ નરી આંખે જોયો હતો. ઉનાળામાં આકાશ દર્શનમાં મોટાભાગે કોઇ વિક્ષેપો સર્જાતા નથી. આ સ્થિતિમાં 10મીએ સાંજે વાદળો નહીં હોય તો ISSને જોવામાં સરળતા રહી હતી.
પૃથ્વી પરના દેશોની ભૌગોલિક સ્થિતિ મુજબ દર વખતે આપણા પરથી જ પસાર થાય તે જરૂરી નથી, એટલે તે દર વખતે નિહાળી શકાતો નથી. તેના સારા વ્યૂ માટે આગાહી કરવામાં આવે છે. જે મુજબ આ વખતે અમદાવાદ સહિતના રાજ્યમાંથી 10મીએ સાંજે 7:16 વાગ્યે વાયવ્ય દિશામા 331 ડિગ્રીએ તેનો ઉદય થયો હતો અને અગ્નિ દિશામાં 126 ડિગ્રીએ 7:22 વાગ્યે તેનો મોક્ષ થયો હતો.