5મીએ અંકલેશ્વરની અભિલાષા ફાર્મા કંપનીમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં વધુ ૧ કામદારનુ મોત

Abhilasha pharma
(પ્રતિનિધિ)ભરૂચ, ગત ૫ મી ફેબ્રુઆરી ના રોજ અંકલેશ્વરની અભિલાષા ફાર્મા કંપનીના રિએક્ટરમા થયેલ બ્લાસ્ટ માં બે કામદારોના મોત તેમજ ૩ કામદાર ગંભીર રીતે દાઝી ગયા હતા.
જીઆઈડીસી પોલીસ મથકે જાણ થતા પોલીસે નોંધ કરી હતી.ને બાદ વધુ એક કામદારનું સારવાર દરમ્યાન મોત નીપજતા ઘટના માં મૃત્યુ આંક ૩ ઉપર પહોંચ્યો છે.
ગત ૫ મી ફેબ્રુઆરી ના પૂર્વ રાત્રીએ અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં રાત્રી કામગીરી દરમ્યાન સર્જાયેલી દુર્ઘટનામાં ૫ કામદારો ગંભીર રીતે દાઝી ગયા બાદ બે કામદારોના મોત થવાની ઘટના સામે આવી છે.અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ અભિલાષા ફાર્મા કંપનીમાં શુક્રવારે મધરાતે ગોપાલ સુદામ,સુંદરસિંહ ઈન્દ્રવન સિંગ,
https://westerntimesnews.in/news/176068
રઘુનાથ બુધી સંકેત,હરિઓમ ઉપાધ્યાય, રામ દિન મંડલ રિએક્ટરમાં આઈસો પ્રોપાઈલ આલ્કોહોલ નાખી નજીકમાં કામ કરી રહ્યા હતા.ત્યારે રીએક્ટરના ઢાંકણ ખોલતા જ રિએક્ટર માં સ્પાર્ક થતાં બ્લાસ્ટ થયો હતો.જેને પગલે નજીકમાં કામ કરી રહેલા ૫ કામદારો દાઝી જતા દોડધામ મચી જવા પામી હતી.
કંપની સત્તાધીશોએ દાઝી ગયેલા તમામ કામદારો ને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.જ્યાં ટૂંકી સારવાર બાદ મૂળ મધ્યપ્રદેશનો અને હાલ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી મેઘમણી ચોકડી સ્થિત યોગી એન્જિનિયરિંગ પાસેના ભાડાના ગામમાં રહેતા ૨૨ વર્ષીય સુંદરસિંગ ઈન્દ્રસિંગ
અને હરિઓમ ઉપાધ્યાયનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ કામદારો હાલ સારવાર હેઠળ હતા.જે પૈકી આજરોજ ગોપાલ સુદામ નું પણ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.