Western Times News

Gujarati News

5 જિલ્લામાં કલમ 144 લાગુ કરાઈ : NRCનું લિસ્ટ જાહેર 19 લાખથી વધારે લોકો આઉટ

Files Photo

ગુવાહાટી: એનઆરસીના અંતિમ લિસ્ટમાં 3 કરોડ 11 લાખ 21 હજાર લોકોને જગ્યા મળી છે. જ્યારે 19,06,657 લોકોને બહાર કરવામાં આવ્યા છે. જે લોકો લિસ્ટથી સંતુષ્ટ નથી અથવા જેમને કોઈ પણ વાંધો છે તો તેઓ ફોરેનર્સ ટ્રિબ્યૂનલ સામે અરજી કરી શકે છે. રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મોટી માત્રામા સૈન્ય તહેનાત કરવામાં આવ્યું છે. આ લિસ્ટ ઈન્ટરનેટ અને રાજ્યના 2500 એનઆરસી સેવા કેન્દ્ર, 157 અંચલ કાર્યાલય અને 33 જિલ્લા ઉપાયુક્ત કાર્યાલયોમાં રાખવામાં આવ્યું છે.

આસામમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. હિંસા અને સાંપ્રદાયિક ઝઘડાઓની આશંકાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલયએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી એડ્વાઈઝરીમાં લોકોને અફવા અને ફેક ન્યૂઝ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરવામાં આવી છે. ગુવાહાટી સહિત 5 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ગયા વર્ષે 21 જુલાઈએ જાહેર કરવામાં આવેલી NRCની યાદીમાં 3.29 કરોડ લોકોમાં 40.37 લાખ લોકોના નામ સામેલ નહતા. હવે અંતિમ યાદીમાં એ લોકોના નામ સામેલ કરવામાં આવશે જે 25 માર્ચ 1971 પહેલાથી આસામના નાગરિક છે અથવા તેમના પૂર્વજ આ રાજ્યમાં રહેતા હતા.

એનઆરસી લિસ્ટ જાહેર થવાની સાથે 4 વર્ષથી ચાલી રહેલી પ્રક્રિયા પૂર્ણ થશે. આ કામમાં 62 હજાર કર્મચારીઓ 4 વર્ષથી જોડાયેલા છે. આસામમાં એનઆરસી કાર્યાલય 2013માં બન્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં 2015થી કામ શરૂ થયું હતું. પહેલું લિસ્ટ 2017 અને બીજુ લિસ્ટ 2018માં શરૂ થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.