5 મહિનામાં ચીન સાથેનો વેપાર 50 ટકા ઘટ્યો
નવી દિલ્હી, મોદી સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનને સારી સફળતા મળી રહી હોય તેવું લાગે છે. આ નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ પાંચ મહિનામાં ચીનથી થતી વેપાર ખાધ લગભગ અડધાથી ઓછી થઈ ગઈ છે. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ એપ્રિલથી ઓગસ્ટ 2020ની વચ્ચે વેપાર ખાધ અડધી રહી છે. આનું મુખ્ય કારણ ચીનમાં ભારતની નિકાસમાં થયેલા વધારા અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારે લીધેલા પગલાને કારણે આયાતમાં ઘટાડો થયો છે. દેશમાં ચીન વિરોધી વાતાવરણને કારણે સરકારે ચીનથી આવતી આયાત પર પણ અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા છે. ભારતમાં અનેક પ્રકારના માલના ડમ્પિંગને રોકવા માટે એન્ટિ-ડમ્પિંગ ફી લાદવામાં આવી છે.
એક રિપોર્ટ પ્રમાણે એપ્રીલથી ઓગષ્ટ 2020ની વચ્ચે ભારત અને ચીનની વચ્ચે થનારી વ્યાપાર ખાધ માત્ર 12.6 અરબ ડોલર આશરે 93 હજાર કરોડ રૂપિયાની રહી ગઈ છે. નાણાકીય વર્ષ 2019-20માં તેનો સમયગાળો ઘટાડીને 22.6 અરબ ડોલરનો હતો. તેના પહેલા પણ નાણાકીય વર્ષ 2018-19માં ભારતની ચીન સાથેની વ્યાપાર ખાધ 13.5 અરબ ડોલરની હતી.