5 લાખના મુદ્દામાલ સાથે રિઢા ઘરફોડીયાને દબોચી લેતી કઠલાલ પોલીસ
કઠલાલ પો.સ્ટેનો ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દીવસો માંજ શોધી કાઢી સોના – ચાંદીના દાગીના સહીત રોકડ મળી કુલ્લે રૂપિયા ૪,૯૨,૫૬૦ / ના મુદ્દામાલ સાથે રિઢા ઘરફોડીયાને દબોચી લેતી કઠલાલ પોલીસ
પોલીસ અધિક્ષક ખેડા – નડીયાદ નાઓ તરફથી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા સારૂ તથાઘરફોડ ચોરીના બનેલ ગુનાઓ શોધી કાઢવા સારુ આપવામાં આવતી સુચનાઓ આધારે ના.પો.અધિ કપડવંજ તથા ઈ . સર્કલ પો.ઇન્સ કપડવંજ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ , ગઇ તા .૧૫ / ૦૩ / ૨૦૨૧ ના રોજ મોજે કઠલાલ અમદાવાદ રોડ ઉપર આવેલ સરાલી હર્ષદપુરા ગામે રહેતા ફરીયાદી હર્ષદભાઇ રણજીતસિંહ પરમાર નાઓએ પોલીસ સ્ટેશન આવીને ફરીયાદ આપેલ કે પોતાના ઘરે માતાજીનો પાટોત્સવ કાર્યક્રમ હોય તે સમયે સવારના કલાક ૧૦/૩૦ થી કલાક ૧૩/૦૦ વાગ્યના સમય ગાળા દરમ્યાન પોતે તથા પોતાના સગા સબંધીઓ માતાજીના વરઘોડા સાથે પોતાના ગામ સરાલી ખાતે આવેલ વહાણવટી માતાના મંદીરે ગયેલ હતા
જે તક નો લાભ લઇ કોઇ ચોર ઇસમે પોતાના તથા સાહેદોના રહેણાંક મકાનોમાં પ્રવેશ કરી મકાનમાં મુકેલ તિજોરીઓના લોક તોડી તીજોરીઓમાં મુકેલ સોના – ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ્લે રૂપીયા ૧,૯૫,૦૦૦ / -ની મત્તાની ચોરી કરી લઇ ગયા બાબાતેની ફરીયાદ આધારે કઠલાલ પો.સ્ટે સી.પો.સબ.ઇન્સ શ્રી ડી.સી.રાઓલ નાઓએ તુરંત જ કઠલાલ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નંબર ૧૧૨૦૪૦૨૭૨૧૦૧૪૩ ઇ.પી.કો કલમ ૪૫૪,૩૮૦ મુજબનો ગુનો દાખલ કરીને તપાસ ચાલુ કરેલ હતી .
સદર ગુનો દાખલ થયા બાદ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ કઠલાલ પો.સ્ટે ના પો.સબ.ઇન્સ ડી.સી.રાઓલ નાઓએ તુરંત જ પોલીસ સ્ટેશના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ગુનાને શોધી કાઢવા માટે ટેકનીકલ સર્વેલન્સ જેમાં સી.સી.ટી.વી તેમજ મોબાઇલ નંબરોની માહીતી મેળવવા તથા હ્યુમન ઇન્ટેલીજન્સની મદદ મેળવી તપાસ ચાલુ હતી દરમ્યાન સીસીટીવી ફુટેજ માં જણાઇ આવેલ ઇસમના તથા મોટર સાયકલની શોધખોળ ચાલુ હતી તેમજ ફોટોગ્રાફ વાયરલ કરેલ હોય દરમ્યાન ખાનગી માહીતી આધારે વાવનામુવાડા તા કપડવંજ ખાતે રહેતા શંકાસ્પદ ઇસમને તેના મોટરસાયકલ સાથે પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેણે ગુનાની કબુલાત કરેલ છે
સદરહું ઇસમના ઘરમાંથી સોના – ચાંદીના દાગીના કિમંત રૂ . , ૨૦૦ / – તથા રોકડ રકમ કુલ્લે રૂપિયા ૩,૬૯,૮૬૦ / – તથા મોબાઇલ ફોન કિંમત રૂ .૧૭૦૦૦ / – તથા મોટર સાયકલ નંબર GJ 07 cJ 5069 કીંમત રૂ .૨૫૦૦૦ / – તથા અંગ ઝડતીમાંથી રૂ .૧૦૫૦૦ / – નો મુદ્દામાલ મળી કુલ્લે રૂ .૪,૯૨,૫૬૦ – નો મુદ્દામાલ આરોપી પાસેથી ડીસ્કવર કરવામાં આવેલ છે અને સદરહુને તા ૨૦/૦૩/૨૦૨૧ ના રોજ કલાક ૧૮/૦૫ વાગે પકડી અટક કરવામાં આવેલ છે અને હાલ આ આરોપીની પુછપરછ ચાલુ છે અને બીજા ગુનાઓમાં પણ તેની સંડોવણી જણાઇ આવેલ છે