ડીમેટ એકાઉન્ટ ખોલવાનું કહીને બે શખ્સોએ વેપારી પાસેથી 5.50 લાખ પડાવ્યા
આનંદનગર પોલીેસે વેપારીની ફરીયાદના આધારે બે ઠગ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો
(એજન્સી)અમદાવાદ, ડીમેટ એકાઉન્ટ ખોલાવવાથી ફાયદો થશે કહીને રૂ.બે શખ્સોએ વેપારી મેસેજ કરી વિશ્વાસમાં લઈને રૂા.પ.પ૦ લાખ પડાવી લીધા હતા. બાદમાં વધુ પૈસાની માગણી કરતા વેપારીએ ચુકવેલા પૈસા પરત માંગતા બંને શખ્સોએ તેઓને ગોળ ગોળ ફેરવી ઠગાઈ આચરી હતી. જેને લઈને આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીશ છે.
જાેધપુરમાં રહેતા રીફીનભાઈ શાહ કાપડનો વેપાર કરે છે. ગત ૧ તારીખે અર્જુન રામ નામના વ્યકિતએ વોટસએપ પર ડીમેટ એકાઉન્ટ ખોલવા અંગેનો મેસેજ કર્યો હતો. જેથી રીકીનભાઈએ ડીમેટ એકાઉન્ટ ખોલીને રૂા.પ૦ હજાર ટ્રાન્સફર કર્યા હતા.
બાદમાં મેસેજ કરનાર અર્જેુન રામે ફોન કરીને એકાઉન્ટ ચલાવવા માટે બીજા રૂ.પ૦ હજારની માગ કરતા રીકીનભાઈએ રૂ.પ૦ હજાર ટ્રાન્સફર કર્યા હતા. થોડા સમય બાદ અજાણ્યા વ્યકિતએ રીકીનભાઈને ફોન કરીને પોતાનું નામ અશોક જીવાણી જણાવ્યું હતું કે અને અર્જુન રામે કયુઆર કોડ વાળું સ્કેનર મોકલી આપ્યું હતું.
જે મે તમને મોકલી આપ્યુું છે. તેમાં ૧૦ ડોલર ચુકવી આપેલા છે. તેમ જણાવ્યું હતું. જેથી રીકીનભાઈ તપાસ કરતા તેમના એકાઉન્ટમાં ભારતીય ચલણ પ્રમાણે ૮ર૦ રૂપિયા આપ્યા હતા. બાદમાં અશોક જીવાણીએ આંગડીયુું કરવાનું કહેતા રીકીનભાઈએ રૂા.૪.પ૦ લાખ આંગડીયાથી મોકલી આપ્યા હતા.
બે દિવસ સુધી કોઈ વ્યવહાર ન થતા રીકીનભાઈએ અર્જુેનને ફોન કર્યો હતો. ત્યારે તેણે વધુ પાંચ હજાર ડોલર ચુકવી આપવાનું જણાવ્યું હતું. ત્યાં રીકીનભાઈએ ચુકવેલા રૂા.પ.પ૦ લાખની વાત કરતા અર્જેુને ફોન કાપી પૈસા પરત આપવા માટે નાટક કરતા રીકીનભાઈએ અર્જુન રામ અને અશોક જીવાણી સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.