Western Times News

Gujarati News

સોમનાથ મંદિરમાં દબાણ રોકવા માટે દિવાલ 5 થી 6 ફૂટ ઉંચી પુરતી છેઃ સુપ્રીમ કોર્ટ

(એજન્સી) સોમનાથ,
સુપ્રીમ કોર્ટે સોમવારે (૨૮ એપ્રિલ ૨૦૨૫) ના રોજ ગુજરાત સરકારને કહ્યું કે સોમનાથ મંદિર પાસે એક વિધ્વંસ સ્થળ પર દબાણ રોકવા માટે બનાવવામાં આવી રહેલી દિવાલ પાંચથી છ ફૂટ ઉંચી હોવી જોઇએ. અરજીકર્તાએ કહ્યું કે ૧૨ ફૂટની દિવાલ બનાવવામાં આવી રહી છે. તેમના વકીલે તેને ‘ગ્રેટ વોલ ઓફ ચાઇના’ ગણાવતાં વાંધો ઉઠાવ્યો કહ્યું કે ખબર નથી પડી રહી કે અંદર શું ચાલી રહ્યું છે. આ મામલે ગુજરાતના સરકાર તરફ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સનસનીખેજ માહોલ બનાવશો નહી.

સુપ્રીમ કોર્ટે આ અરજીની વધુ સુનાવણી ર૦ મે સુધી મુલત્વી રાખી છે. જસ્ટિસ ગવાઇએ કહ્યું કે ‘૧૨ ફૂટની દિવાલ બનાવશો નહી. જો તમે દબાણ રોકવા માંગો છો તો પાંચથી છ ફૂટ પુરતી છે. તુષાર મહેતાએ કહ્યું કે ૧૨ ફૂટની દિવાલ બનાવવાનો દાવો અરજીકર્તા વકીલનું મૌખિક કથન માત્ર છે. એસજી મહેતાએ કહ્યું કે ‘અમે કોઇ કિલેબંધી નથી કરી રહ્યા કે કોઇ અંદર ન જઇ શકે. આ ગેરકાયદે દબાણથી બચવા માટે છે.’ જસ્ટિસ ગવઇએ તુષાર મહેતાને કહ્યું કે આ અંગે સંબંધિત જિલ્લાધિકારીને નિર્દેશ આપવામાં આવે.

અરજીકર્તા તરફથી સીનિયર એડવોકેટ સંજય હેગડેએ કહ્યું કે અધિકારી પરિસરની દિવાલ બનાવીને યથાÂસ્તતિને બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તુષાર મહેતાએ હેગડેના દાવાઓને નકારી કાઢ્યા અને આ મામલે સુપ્રીમમાં આપેલા તેમના પહેલાં નિવેદનનો ઉલ્લેખ કર્યો. તુષાર મહેતાએ ૩૧ જાન્યુઆરીએ સ્પષ્ટ નિવેદન આપ્યું હતું કે દબાણવાળી જમીન પર હિન્દુ ધાર્મિક અનુષ્ઠાનો સહિત કોઇપણ ગતિવિધિની મંજૂરી આપવામાં આવતી નથી. તેમણે સોમવારે કહ્યું કે સ્થિતિ પહેલાંની માફક છે.

સંજય હેગડેએ કહ્યું કે અધિકારી ૧૨ ફૂટ ઉંચી દિવાલ બનાવી રહ્યા છે અને અરજીકર્તાને ખબર જ નથી કે અંદર શું થઇ રહ્યું છે. પીઠે કહ્યું કે ‘તમને કેમ ખબર નહી હોય? હવે તો દરેક જગ્યાએ ડ્રોન ઉપલબ્ધ છે. ત્યારે સંજય હેગડેએ કહ્યું કે ‘આ એવું છે કે જેમ કે તમને ગ્રેટ વોલ ઓફ ચાઇના બનાવી દીધી હોય અને કહી રહ્યા છો કે અમે તેની રક્ષા કરી રહ્યા છીએ.તુષાર મહેતાએ જવાબ આપતાં કહ્યું કે ‘આ ગ્રેટ વોલ ઓફ ચાઇના નથી. મહેરબાની કરીને સનસનીખેજ બનાવશો નહી. અરજીકર્તાએ કહ્યું કે સ્થળ પર યથાસ્થિતિ બનાવી રાખવી જોઇએ. પીઠે સુનાવણી માટે ૨૦ મેની તારીખ નક્કી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.