કડીના નગરાસણ ગામે જૂગાર રમતાં 5 ઝડપાયા
સીમમાંથી મોડી રાત્રે જુગારધામ ઝડપાયું-રૂ.૩૬,૭૩૦ના મુદ્દામાલ
મહેસાણા, કડી તાલુકાના નગરાસણ ગામની સીમમાં એક શખ્સ પોતાના આર્થિકા ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી ગંજીપાનાથી હારજીતનો જુગાર રમાડતો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી.
જુગારધામ મોડી રાત્રે પણ ધમધમતો હોવાથી પોલીસે ગત રાત્રિ દરમિયાન રેડ કરી જુગાર રમી રહેલા પાંચ શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ સહિત રૂ.૩૬,૭૩૦નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ગત બુધવારની મોડી રાત્રિ દરમિયાન સ્થાનિક પોલીસે બાતમીના આધારે કડી તાલુકાના નગરાસણ ગામની સીમમાં આવેલ કુવેર નામના સ્થળે ખુલ્લી જગ્યામાં ગામના ઠાકોર વાસમાં રહેતો વિષ્ણુ ભલાજી જુહાજી ઠાકોર દ્વારા બહારથી ખેલીઓને બોલાવી ચલાવાતા જુગારધામ પર રેડ કરી હતી
જેમાં વિષ્ણુ ભલાજી ઠાકોર (ઠાકોરવાસ, નગરાસણ, તા.કડી), રાકેશ ભલાજી ઠાકોર (ઠાકોરવાસ, નગરાસણ, તા.કડી) છત્રસિંહ ઉર્ફે બોળો પ્રતાપજી ગોહીલ (ગોહીલવાસ, નગરાસણ, તા.કડી) ધર્મેન્દ્ર અરવિંદભાઈ પટેલ (દુર્ગાપાર્ક સોસાયટી, વસ્ત્રાલ, અમદાવાદ) તેમજ નિરજ હરગોવનભાઈ પટેલ (ક્રિષ્ણા ફલેટ, કડી) જુગાર રમતા ઝડપાયા હતા.
ઉપરોક્ત સ્થળે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતાં ઝડપાયેલા પાંચેય શખ્સો પાસેથી પોલીસે રૂ.૧૬,ર૩૦ રોકડ રૂ.ર૦,પ૦૦ના પાંચ મોબાઈલ મળી કુલ રૂ.૩૬,૭૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમની સામે કડી પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.