Western Times News

Gujarati News

હરણી લેક દુર્ઘટનાના આરોપી ધર્મિન ભટાણીના ૫ દિવસના રિમાન્ડ મંજૂર

(એજન્સી) વડોદરા, વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના મામલે મહત્વની અપડેટ સામે આવી છે. આ દુર્ઘટના કેસમાં ઝડપાયેલા આરોપીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. અત્રે જણાવીએ કે, કોર્ટે આરોપી ધર્મિન ભટાણીના ૫ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ધર્મિન ભટાણીના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થવાની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, હરણી બોટ દુર્ઘટના કેસમાં ગઈકાલે પણ બે અધિકારી પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી ધર્મિન ભટાણીની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને આજે કોર્ટમાં રજૂ કરાઈ રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. ત્યારે કોર્ટે આરોપીના ૫ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બેંગ્કોકથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટથી આરોપીની ધરપકડ કરાઈ હતી.

બોટકાંડમાં ફ્યુચરએસ્ટિક સેલના એડિશનલ આસીટન્ટને ટર્મિનેટ કર્યો હતો. મિતેશ માળીને ટર્મિનેટ કરાયા છે. ઉત્તરઝોન વોર્ડ-૩ના એડિશનલ એન્જિનિયર જીગ સચારિયાને સસ્પેન્ડ કરાયા. મ્યુનિસિપલ કમિશનરે ૬ અધિકારીને નોટિસ પાઠવી હતી. જેમાં ૭ દિવસમાં ખુલાસો માંગ્યો હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.