પૂંછમાં ૩ વર્ષમાં ૫ મોટા આતંકવાદી હુમલા, શું પુલવામાનું પુનરાવર્તન કરવાનો પ્રયત્ન
નવીદિલ્હી, ભારતીય સેનાએ ગુરુવારે (૨૦ એપ્રિલ) જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પાંચ સૈનિકોના નામ જાહેર કર્યા છે. શહીદ થયેલા જવાનોની ઓળખ સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના હવાલદાર મનદીપ સિંહ, લાન્સ નાઈક દેબાશીશ બસવાલ, લાન્સ નાઈક કુલવંત સિંહ, સિપાહી હરકિશન સિંહ અને સિપાહી સેવક સિંહ તરીકે થઈ છે. દ્ગૈંછ પુંછ હુમલાની પણ તપાસ કરશે. દ્ગૈંછની ટીમ સ્થળ પર પહોંચી છે.
હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ સાથે જાેડાયેલા આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે લીધી છે. સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીનો ફાયદો ઉઠાવીને અજાણ્યા આતંકવાદીઓએ રાશન અને ઈંધણ લઈ જતી ટ્રક પર ગ્રેનેડથી હુમલો કર્યો.
જેના કારણે ટ્રકમાં આગ લાગી હતીા્ જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યા બાદ આતંકવાદી હુમલાઓમાં ઘટાડો થયો છે. આમ છતાં આતંકવાદીઓને સંપૂર્ણ રીતે રોકી શકાયા નથી. છેલ્લા બે વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં ૪ મોટા આતંકી હુમલા થયા છે. ૧૧ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ પૂંચ જિલ્લાના સુરંગ કોટ તાલુકામાં આતંકવાદી હુમલામાં ભારતીય સેનાના પાંચ જવાનો શહીદ થયા હતા. ૧૬ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ પૂંચ જિલ્લામાં આતંકવાદી હુમલામાં ૪ જવાનો શહીદ થયા હતા.
૧૧ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ, રાજૌરીના પરગલ વિસ્તારમાં આર્મી કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલામાં ૫ જવાનો શહીદ થયા હતા, જ્યારે હુમલાને અંજામ આપનાર બંને હુમલાખોરો ફિદાયીનને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. તે જ સમયે, ૧ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ, રાજૌરીના ડાંગરીમાં આતંકવાદી હુમલામાં, આતંકવાદીઓ દ્વારા હિન્દુ સમુદાયના ૭ લોકો માર્યા ગયા હતા.
ભારતીય સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના સૈનિકોને લઈને એક ટ્રક રાજૌરી સેક્ટરમાંથી પસાર થઈ રહી હતી.
આ દરમિયાન ભીમ્બર ગલી અને પુંછ વચ્ચે હાઈવે પર આતંકીઓએ ગોળીબાર કર્યો અને ગ્રેનેડથી હુમલો કર્યો. આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. હજુ સુધી આતંકીઓની ઓળખ થઈ શકી નથી. આ આતંકી હુમલામાં ૪ આતંકીઓ સામેલ હોવાની આશંકા છે.