મુન્દ્રાના ગુંદાલા પાસે કેનાલમાં ડૂબવાથી પરિવારના ૫ લોકોના મોત
અમદાવાદ, કચ્છ ખાતેથી એક ગમખ્વાર સમાચાર સામે આવ્યા છે. કચ્છના મુન્દ્રાના ગુંદાલા પાસે કેનાલમાં ડૂબી જવાથી ૫ લોકો ડૂબ્યા ગયા હતા. આ તમામ લોકો એક જ પરિવારના હોવાની માહિતી સામે આવી રહી છે.
કેનાલમાંથી ૪ લોકોના મૃતદેહ બહાર કાઢી હોસ્પિટલ લઇ જવાયા હતા. અન્ય એક વ્યક્તિની શોધખોળ હાથ ધરાઇ હતી પરંતુ થોડા સમય બાદ તરવૈયાઓની ટીમે પાંચમો મૃતદેહ પણ બહાર નીકાળ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુન્દ્રાના ગુંદાલા પાસે કેનાલમાં એક જ પરિવારના ૫ લોકો ડૂબ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ડૂબી રહેલા લોકોને શોધવાનો પ્રયાસ કર્યો હતો પરંતું એક બાદ એક ચાલ મૃતદેહો મળી આવ્યા હતા અને થોડા સમય બાદ પાંચમા વ્યક્તિનો મૃતદેહ પણ તરવૈયાઓએ બહાર નીકાળ્યો હતો. હાલમાં તમામ મૃતદેહોને હોસ્પિટલ લઇ જવાયા છે.
તમામ મૃતકો એક જ પરિવારના અને ગુંદલા ગામનો સથવારા પરિવાર હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ઘટનાની જાણ થતા હોસ્પિટલ પર મૃતકોના પરિવારજનો પહોંચ્યા હતા અને આખી હોસ્પિટલમાં આક્રંદ છવાયો હતો.
આ ગમખ્વાર ઘટનામાં ગુંદાલા ગામની શ્રમજીવી પરિવારની ત્રણ મહિલા અને બે પુરુષો સહિત કુલ પાંચ લોકોના મોત નિપજયા છે. આ ઘટના કેવી રીતે બની તે વિષયમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.SS1MS