સ્કુલેથી ભાગીને પાવાગઢ પહોંચી ગયેલા 5 સગીરો મળી આવ્યા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના બાપુનગરમાં આવેલી હરદાસ નગરની ચાલીમાં રહેતા અને અઠવાડિયા પહેલા ઘરેથી અલગ અલગ કારણ આપી નીકળેલા અને રહસ્યમય સંજાેગોમાં લાપતા બનેલા પાંચ સગીર બાળકો આજે બપોર બાદ પાવાગઢથી મળી આવ્યા છે.
પાવાગઢ પોલીસે પાંચે સગીરોને બેસાડી પૂછપરછ કરતા આ બાળકો અમદાવાદના હોવાનું અને એક અઠવાડિયા પહેલા ઘરેથી નીકળી ગયા હોવાની હકીકતો સામે આવી હતી. અઠવાડિયાથી બાળકો ક્યા હતા અને તેઓ અહીં શું કરતા હતા. તે અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે.
અમદાવાદના બાપુનગર વિસ્તારના હરદાસની ચાલીમાં રહેતા પાંચ સગીર બાળકો એક અઠવાડિયા પહેલા ઘરેથી એક એક જાેડ કપડા લઈને નીકળ્યા હતા. આ તમામ બાળકો રહસ્યમય સંજાેગોમાં ગુમ થતા બાપુનગર પોલીસ સ્ટેશનમાંથી તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
આ પાંચે સગીર બાળકો મિત્રો હતા અને ઘરેથી અલગ અલગ કારણ આપીને નીકળ્યા હોવાથી તમામ બાળકો એક સાથે હોવાની સંભાવનાઓને આધારે પોલીસે ઠેર-ઠેર તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન કેટલાક સીસીટીવી ફૂટેજાેના આધારે આ તમામ બાળકો છેલ્લા વડોદરા સુધી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ તમામ સગીરો છેલ્લા ત્રણ દિવસથી પાવાગઢમાં ફરી રહ્યા હતા અને રાત્રે દરમિયાન એસટી ડેપોની સામે આવેલા કિલ્લાની બાજુના બગીચામાં સૂઈ રહેતા હોવાની શંકાસ્પદ હિલચાલને કારણે કોઈ અજાણ્યા પાંચ બાળકો પોલીસને આ પાંચ સગીરો પાવાગઢમાં ફરી રહ્યા હોવાની જાણ થઈ હતી.
પાવાગઢ પોલીસ પણ ત્રણ દિવસથી બાપુનગરના રહસ્યમય સંજાેગોમાં ગુમ થયેલા પાંચ સગીર બાળકો જે પાવાગઢ વિસ્તારમાં હોવાથી કોઈ અજાણ્યા અકસ્માતનો ભોગ ન બને તે માટે અલગ અલગ ટીમો બનાવી તેમની શોધખોળ કરી રહ્યા હતા.
પોલીસને અજાણ્યા પાંચ બાળકો અંગેની લીડ મળતા આ તમામે તમામ બાળકોને પોલીસે પકડીને પૂછપરછ કરતા આ તમામ બાળકો બાપુનગરના હોવાનું અને અઠવાડિયા પહેલા રહસ્યમય સંજાેગોમાં ગુમ થયેલા જ પાંચ બાળકો હોવાનું જાણવા મળ્યું હતું.
પાવાગઢ પોલીસે તમામ બાળકોને નાસ્તો ભોજન કરાવી તેઓ કેટલા દિવસથી પાવાગઢમાં હતા. અમદાવાદથી કેવી રીતે આવ્યા ક્યાં ગયા, અહીં ક્યાં ક્યાં ફર્યા તે અંગેની પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ સગિરો ઘરેથી ૨૫મી ઓગષ્ટે સવારે ઘરેથી એક એક જાેડ કપડા સાથે શૈક્ષણિક કારણો આપી નીકળ્યા હતા.
સાંજે શાળામાંથી ઘરે પરત ન ફરતા વાલીઓમાં ચિંતા જાેવા મળી હતી. બાળકો ઈસ્ત્રીના કપડા આપવા, શાળામાં જવા, કોમ્પ્યુટર ક્લાસમાં જવા, મિત્રને ગાઈડ આપવા જવા, જેવા બહાના બનાવી ઘરેથી નીકળ્યા હતા.