Western Times News

Gujarati News

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પછી 5 નવા કોર્પોરેશન બનશે

હાલમાં ગુજરાતમાં આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન-સોમનાથ-વેરાવળ, ભુજ, ભરુચ, પાલનપુર અને હિંમતનગરની નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવવાની તૈયારીઓ શરૂ

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યામાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. હાલમાં ૮ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. લોકસભાની ચૂંટણી પછી રાજ્યમાં પાંચ નવા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉમેરો થશે. સોમનાથ-વેરાવળ, ભુજ, ભરુચ, પાલનપુર અને હિંમતનગરની નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવવા માટે શહેરી વિકાસ વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે.

ચૂંટણી પછી થોડા જ દિવસોમાં તેની જાહેરાત થવાની શક્યતા છે. હાલમાં ગુજરાતમાં આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, જુનાગઢ અને ભાવનગર. કોઈ શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન મળે ત્યાર પછી તેને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વધારે ફંડ મળી શકે છે.

જોકે, તેની સાથે સાથે લોકો પર ટેક્સનો બોજ પણ વધી જાય છે તે અલગ વાતત છે. મ્યુનિસિપલ કોર્પોરેશન બન્યા પછી શહેર પોતાની આવક કઈ રીતે વધારી શકે તેના રસ્તા પણ શોધવામાં આવતા હોય છેઅગાઉ સરકારે નવ નવા મ્યુનિસિપિલ કોર્પોરેશન બનાવવા માટેની દરખાસ્તને મંજૂરી આપી દીધી હતી. ત્યાર પછી વધુ પાંચ મહાનગરપાલિકા માટે જાહેરાત કરવાની તૈયારી ચાલે છે.

અત્યારની આઠ કોર્પોરેશનને ઉમેરવામાં આવે તો ૧૪ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ગુજરાતમાં કુલ ૨૨ મહાનગરપાલિકાઓ બની જશે. એક સિનિયર સરકારી અધિકારીએ જણાવ્યું કે નવા ૧૪ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત સરકાર અન્ય એ-ગ્રેડની મ્યુનિસિપાલિટીને પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂપાંતરિત કરવાનું વિચારે છે. ગુજરાતમાં ત્રણ લાખ કરતા વધુ વસતી હોય તેવા અને આગામી એક-બે વર્ષમાં ત્રણ લાખની વસતી સુધી પહોંચી જાય તેવા ઘણા શહેરો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.