ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પાંચ સ્માર્ટ શાળાના લોકાર્પણ થશે
હાઈવે પરના સર્વિસ રોડ પર થતા દબાણો તાકિદે દુર કરવામાં આવશે ઃ હિતેશભાઈ બારોટ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ લાઈટના જે નવા પોલ નાંખવામાં આવે છે તેની પર કેસરી કલર કરવામાં આવશે. ગેરકાયદેસર બાંધકામો કાયદેસર થાય તે માટે ઈમ્પેકટનો વ્યાપ વધારવા માટે તેમજ હાઈવેના સર્વિસ રોડ ખુલ્લા કરવા માટે તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પાંચ સ્માર્ટ શાળાના લોકાર્પણ માટે સ્ટેન્ડિગ કમિટિમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશભાઈ બારોટે આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી ૧પમી જાન્યુઆરીએ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવેલા ચાંદખેડા, મોટેરા, સોલા, હેબતપુર, અને વણઝરમાં મ્યુનિ. કોર્પો. હસ્તકની પાંચ નવી સ્માર્ટ શાળાનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે
આ ઉપરાંત એસ.જી. હાઈવે પર ગોતા પાસે તેમજ ઉજાલા સર્કલ પાસે સર્વિસ રોડ પર જે દબાણ થઈ ગયા છે તે દબાણો ખુલ્લા કરવા માટે પણ ઝોનના ડીવાયએમસી સાથે ચર્ચા કરવામાં આવી છે. નારોલ-નરોડા હાઈવે પર આજ પ્રકારની પરિસ્થિતિ જાેવા મળી છે તેમાં ત્રણ ઝોનનો સમાવેશ થાય છે
તેથી ત્રણેય ઝોનના ઉચ્ચ અધિકારીઓને સર્વિસ રોડ ખુલ્લા કરવા માટે સુચના આપવામાં આવી છે. રાજય સરકારે ગુડા એક્ટ અંતર્ગત ઈમ્પેકટ ફી કાયદાનું અમલીકરણ શરૂ કર્યું છે. અમદાવાદ શહેરમાં વધુમાં વધુ લોકો આ કાયદાનો લાભ લે તે માટે વોર્ડ લેવલના અધિકારીઓ સુધી પણ સુચના આપવામાં આવી છે
તદ્ઉપરાંત જે લોકોને નોટિસ આપવામાં આવી હોય તે લોકોને પણ રૂબરૂ મળી અરજી કરાવવા માટે તાકીદ કરવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ લાઈટના જે પોલ નવા નાંખવામાં આવી રહયા છે તે પોલ પર કેસરી કલરનો પટ્ટો કરવામાં આવશે. યુ-ર૦ સમિટ અંતર્ગત બ્યુટીફિકેશનના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવશે.
મ્યુનિ. કોર્પો. દ્વારા સોલીડ વેસ્ટ ગ્રાંટ અંતર્ગત રૂા.રપ કરોડ ડસ્ટબીન માટે ફાળવવામાં આવ્યા હતા જેમાં વધુ રૂા.ર૦.૧૭ કરોડનો ખર્ચ કરવામાં આવશે આમ ડસ્ટબીન માટે રૂા.૪પ.૧૭ કરોડનો ખર્ચ થશે. મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટિ બજેટમાં ખાનગી સોસાયટીઓમાં ડસ્ટબીન મુકવા માટે રૂા.૧૦ કરોડના ખર્ચથી હાથ લારીઓ આપવા માટે જાહેરાત કરવામાં આવી હતી જે ટુંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે.
મ્યુ. કોર્પોરેશનના વિભાગોમાં કોમ્પ્યુટર ઓપરેટર/ડેટા એન્ટ્રી ઓપરેટરનો મેન પાવર આઉટસોર્સ કરવા માટે રૂા. ૧૮૦ લાખની મર્યાદામાં કામગીરી કરવા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આધાર કેન્દ્રો પર ૬૦ નંગ આધારકીટ રૂા. ૧૦૦ લાખથી વધુના ખર્ચે ખરીદ કરવાના કામને મંજુરી આપવામાં આવી.
ઉત્તર પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનના જુદા જુદા વોર્ડોમાં પમ્પહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી, ડ્રેનેજ લાઈન અપગ્રેડેશન તેમજ બ્રેકડાઉન રીપેરીંગ જેવા વિવિધ કામો કરવા માટે કુલ રૂા. ૧૨૬૧ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી. ઉતર અને ઉત્તર પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડમાં આર.સી.સી. રોડ બનાવવા તથા પેવર બ્લોક લગાવવા,
નિભાડાના પથ્થર લગાવવા, મ્યુ. સ્કુલ તથા હોલના બિલ્ડીંગોને જરૂરી રીનોવેશન કરવા તથા સ્ટ્રીટલાઈટના મેઇન્ટેનન્સ માટે ૧૦૦ કી.મી. એલ્યુમ્યુનિયમ આર્મ્ડ કેબલ ખરીદવા માટે કુલ રૂા. ૪૫૮ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી. ઉપરાંત, હોસ્પિટલ કમિટી દ્વારા શેઠ લ.ગો. જનરલ હોસ્પિટલ અને શા.ચી.લા. જનરલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગની જરૂરિયાત સારું રૂા. ૧૩૭૩ લાખ થી વધુના ખર્ચે ૨ નંગ સીટીસ્કેન મશીન ખરીદ કરવાના કામને મંજુરી આપવામાં આવી.