Rajkot: ધૂળેટીના દિવસે ન્હાવા પડેલા ૫ તરુણના મોત
રાજકોટ, ધૂળેટીના તહેવાર પર સૌરાષ્ટ્રમાં કેનાલ તેમજ ડેમમાં ન્હાવા પડેલા ૫ જેટલા તરુણો ડૂબી ગયાના બનાવો સામે આવ્યા છે. જ્યારે કે ધૂળેટીના આગલા દિવસે હર્ષદ દરિયા કિનારામાં ન્હાવા પડેલા પટેલકા ગામનો યુવાન ડૂબી ગયો હોવાની વિગતો સામે આવી છે.5 youths drowned while bathing in the dam during the festival of Dhuteti
પ્રાપ્ત માહિતી અનુસાર, ધુળેટીના દિવસે પોતાના મિત્રો સાથે આજી ડેમમાં ન્હાવા પડેલા ૧૮ વર્ષીય ધવલ સુરેશભાઈ ભટ્ટ નામના યુવાનનું ડૂબી જવાના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ ૧૦૮ને કરવામાં આવતા તાત્કાલિક અસરથી ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
જાેકે, ૧૦૮ની ટીમ દ્વારા ધવલ ભટ્ટને મૃત જાહેર કરવામાં આવતા આજીડેમ પોલીસને સમગ્ર બાબતની જાણ કરવામાં આવી હતી. જેના કારણે મૃતકની લાશને પીએમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, મૃતકના પિતા મજૂરી કામ કરે છે.
તેમજ તે ત્રણ ભાઈ અને એક બહેનમાં નાનો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ધવલ ભટ્ટ રાજકોટ શહેરના આજીડેમ પાસે આવેલા માંડાડુંગર નજીક ગોકુલ નગરમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે.
ધુળેટી રમ્યા બાદ મિત્ર અક્ષય આહીર તેમજ ભગીરથ સહિતનાઓ સાથે તે ન્હાવા ગયો હતો. જ્યારે કે, બોટાદની અશોક વાટિકામાં રહેતા ચાર જેટલા તરુણો સેથણી ગામ નજીક આવેલી કેનાલમાં ન્હાવા પડ્યા હતા. જ્યાં કેનાલમાં ન્હાવા પડેલા ચાર તરુણ મિત્રો ડૂબી જતા ફાયર વિભાગ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા બોટાદ મામલતદાર, ફાયર વિભાગ તેમજ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યારે શોધખોળ દરમિયાન ચારે મિત્રોના મૃતદેહ મળી આવ્યા હતા. ધ્રુવાંશ પ્રજાપતિ ઉંમર વર્ષ ૧૫, લક્ષ્ય બોરીચા ઉંમર વર્ષ ૧૫, ધ્રુવ સોયા ઉંમર વર્ષ ૧૭ અને વિજય ચાવડા ઉંમર વર્ષ ૧૬નો સમાવેશ થાય છે.
જ્યારે કે ધુળેટીના આગલા દિવસે હર્ષદ માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ બે પિતરાઈ ભાઈઓ હર્ષદના દરિયામાં ન્હાવા પડ્યા હતાં. જેમાં ભરતભાઈ કુબેર નામના વ્યક્તિનું ડૂબવાના કારણે મોત નિપજ્યું હતું. બનાવ સંદર્ભે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ અને માછીમારો દ્વારા પણ ડૂબેલા ભરતભાઈ કુબેરની શોધખોળ હાથે ધરવામાં આવી હતી. જ્યારે ૨૬ કલાકની ભારે જહેમત બાદ મૃતકની લાશ મળી આવી હતી.SS1MS