Western Times News

Gujarati News

“50 ઇન્સ્પાયરિંગ વિમેન ઑફ ગુજરાત”નું વિમોચન અમદાવાદમાં સ્મૃતિ ઈરાનીએ કર્યુ

કે.ડી. હૉસ્પિટલ અને સ્મૃતિ ઈરાની દ્વારા ગુજરાતની 50 પ્રેરણાદાયી મહિલા અંગેનું પુસ્તક “50 ઇન્સ્પાયરિંગ વિમેન ઑફ ગુજરાત”નું વિમોચન કરવામાં આવ્યું

ગુજરાતમાં મહિલા સશક્તિકરણને હંમેશા મહત્વ આપવામાં આવ્યું છે અમદાવાદની પ્રખ્યાત કે.ડી. હૉસ્પિટલ પણ આ જ પથ પર એક ડગલું આગળ વધતા ગુજરાતની 50 પ્રેરણદાયી મહિલાઓને આવરી લેતી એક કોફીટેબલ બુક તૈયાર કરી છે, જેનું નામ છે “50 ઇન્સ્પાયરિંગ વિમેન ઑફ ગુજરાત”.

આ પુસ્તકમાં વિવિધ ક્ષેત્રમાં પોતાની જાતે જ આગવી ઓળખાણ ઉભી કરનાર ગુજરાતની મહિલાઓ અને ગુજરાતી મૂળની મહિલાઓને આવરી લેવામાં આવી છે. જેનું વિમોચન 1લી મે, 2022ના રોજ સાંજે 4 વાગે કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી (ભારત સરકાર) માનનીય શ્રીમતી સ્મૃતિ ઝુબીન ઈરાની હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં, કોફીટેબલ બુકમાં જે મહિલાઓને આવરી લેવામાં આવી છે તેમના ઉપરાંત શહેરના અગ્રગણ્ય લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

એવું કહેવાય છે કે એક મહિલા સશક્ત બને છે ત્યારે તે પોતાના પરિવારની સાથે સાથે સમાજને પણ સશક્ત બનાવે છે. કે.ડી. હૉસ્પિટલ પણ આ વિચારની સમર્થક રહી છે. આથી કે. ડી. હૉસ્પિટલમાં મહિલા અને બાળક માટે સમર્પિત કે.ડી.બ્લોસમ વિભાગની શરૂઆત કરવામાં આવી છે.

જેમાં તમામ મહિલા અને બાળકની સંબંધિત તમામ સારવાર એક છત નીચે ઉપલબ્ધ છે. હવે, કે. ડી. હૉસ્પિટલ સ્ત્રીઓ અને બાળકોની સારવારથી પણ એક ડગલું આગળ વધી છે અને સમાજને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ બની છે. આથી જે મહિલાઓ પોતાની મહેનતથી સફળતાના શિખર સુધી પહોંચી છે, તેમની સફર “50 ઇન્સ્પાયરિંગ વિમેન ઑફ ગુજરાત” પુસ્તક દ્વારા સમાજ માટે લઇને આવ્યા છીએ. જે આવનારી પેઢીને પ્રેરણા આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.