50 કે ઓછા બેડ ધરાવતી તબીબી સંસ્થાની ઓફલાઈન નોંધણી જરૂરી
(એજન્સી)અમદાવાદ, રાજયના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા અગાઉ પ૦ કે તેથી વધુ બેડ પથારી ધરાવતી તબીબી સંસ્થાઓ સહીત તમામને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે સુચના આપવામાં આવી હતી.
હવે પ૦થી ઓછા બેડ હોય તેવી સંસ્થાઓને પણ રજીસ્ટ્રેશનની તાકીદ કરવામાં આવી છે. જોકે, હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ ન થાય ત્યાં સુધી તમામ સંસ્થાઓને ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવી દેવા સુચના આપવામાં આવી છે.
રાજયમાં ધી ગુજરાત કિલનીકલ એસ્ટાબ્લીશમેન્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન એકટ ર૦ર૧ની જોગવાઈઓ અને નવા અમેડમેન્ટ રૂલ્સ ર૦ર૪ અંતર્ગત પ૦ કે તેથી વધારે બેડ એટલે કે પથારી ધરાવતી તબીબી સંસ્થાઓનું રજીસ્ટ્રેશન કરાવવા સુચના આપવામાં આવી હતી. વિભાગ દ્વારા અપાયેલી આ સુચના બાદ ફરીવાર એકટમાં સુધારા સાથે પ૦ કે તેથી ઓછા બેડ પથારી ધરાવતી હોય તેવી તબીબી સંસ્થાઓને પણ રજીસ્ટ્ર્શન કરવા માટે સુચના આપવામાં આવી હતી.
એટલેકે હવે નવી વ્યવસ્થા પ્રમાણે તમામ તબીબી સંસ્થાઓ કે જેઓએ પ૦થી ઓછી કે તેથી વધારે બેડ ધરાવતાં હોય તે તમામ માટે રજીસ્ટ્રેશન જરૂરી છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે અપાયેલી સુચના બાદ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પોર્ટલ માટેની કામગીરી ચાલી રહી છે. જયાં સુધી ઓનલાઈન પોર્ટલની કામગીરી પુરી ન થાય ત્યાં સુધી આ કામગીરી ઓફલાઈન ધોરણે કરવા માટે સૂચના આપવામાં આવી છે.
મેડીકલ સૂત્રો કહે છેકે, ઓનલાઈન પોર્ટલમાં રજીસ્ટ્રેશન માટે સુચના આપવામાં આવી ત્યારે કામગીરીમાં વિલંબ થાય તેવી આશંકા હોય તો અગાઉથી જ ઓફલાઈન પ્રક્રિયા શરૂ કરાવવી જોઈએ. પરંતુ પહેલી સુચના આપ્યા બાદ અંદાજે ચારથી મહીના પછી હવે ઓનલાઈન પોર્ટલમાં રજીસ્ટ્રેશન થઈ શકે તેમ ન હોવાથી ઓફલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
આમ, અગાઉ માત્ર પ૦થી વધારે બેડ અને હવે પ૦થી વધુ ઓછા બેડ ધરાવતી હોય તેવી સંસ્થાઓએ પણ ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.