50% પોલીસ કર્મચારીઓ લોકડાઉન પછી કમર્શિયલ સ્પેસમાં ચોરી અને લૂંટફાટ વધશે એમ માને છે
ગોદરેજ લોક્સ હર ઘર સુરક્ષિતના રિપોર્ટમાં ખુલાસો- 55% પોલીસ કર્મચારીઓનું માનવું છે કે, લોકડાઉન પછી પશ્ચિમમાં કમર્શિયલ સ્પેસમાં ચોરી વધશે
મુંબઈ, ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેરને પગલે મહારાષ્ટ્ર, પંજાબ, ઓડિશા, રાજસ્થાન જેવા ઘણા રાજ્યોએ આંશિક કે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આ કારણે રોડસાઇડ શોપ, રિટેલ સ્ટોર્સ, મોલ, ઓફિસ અને અન્ય વાણિજ્યિક સંકુલો જેવા બિનઆવશ્યક કમર્શિયલ આઉટલેટ્સ બંધ છે.
જોકે લોકડાઉન પછી સ્થિતિ ચિંતાજનક છે, કારણ કે આ પ્રકારની સ્પેસમાં લૂંટફાટમાં વધારો થઈ શકે છે. ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સના બિઝનેસ યુનિટ ગોદરેજ લોક્સના ‘હર ઘર સુરક્ષિત રિપોર્ટ 2020: સેફ્ટી ઇનસાઇટ્સ ફ્રોમ ઇન્ડિયાસ પોલીસ ફોર્સ’
રિપોર્ટ મુજબ, ભારતમાં 50 ટકા પોલીસ કર્મચારીઓનું માનવું છે કે, લોકડાઉન સંપૂર્ણપણે દૂર થયા પછી કમર્શિયલ સ્પેસમાં ચોરીના બનાવો વધી શકે છે. કોવિડ-19 રોગચાળાને પગલે બેરોજગારી આ પ્રકારના બનાવો માટે મુખ્ય કારણો પૈકીનું એક હોઈ શકે છે. પોલીસ કર્મચારીઓએ નાનીમોટી ચોરી, વાહનોની ચોરી અને વાણિજ્યિક સંકુલોમાં તાળાં તૂટવા જેવી ઘટનામાં વધારો જોયો છે.
ઇન્ક્યુઓગ્નિટો ઇનસાઇટ્સે ગોદરેજ લોક્સ દ્વારા રાષ્ટ્રીય સ્તરના જાગૃતિ અભિયાન હર ઘર સુરક્ષિતના ભાગરૂપે ગોદરેજ લોક્સ હર ઘર સુરક્ષિત રિપોર્ટ 2020 નામનું સંશોધન હાથ ધર્યું હતું, જેનો ઉદ્દેશ લોકોને સલામતી પ્રત્યે સભાન બનાવવાનો હતો.
આ સંશોધનમાં ભારતમાંથી 460થી વધારે પોલીસ કર્મચારીઓનો સર્વે કરવામાં આવ્યો હતો અને તેમની પાસેથી ઘર અને વાણિજ્યિક સલામતી પર અભિપ્રાયો મેળવવામાં આવ્યાં હતાં, અપરાધના સ્તર પર કોવિડ-19ની અસરની તેમજ રહેણાક અને વાણિજ્યિક સેગમેન્ટમાં જોખમ વિશે જાણકારી મેળવવામાં આવી હતી.
જ્યારે કમર્શિયલ સ્પેસની વાત આવે છે, ત્યારે પોલીસ કર્મચારીઓએ અડધાથી વધારે ચોરીઓ (54 ટકા) રોડ સાઇડ શોપ કે બજારમાં સ્થિત દુકાનોમાં થઈ હોવાની જાણકારી આપી હતી, કારણ કે આ દુકાનોના માલિકોએ સુરક્ષાના પર્યાપ્ત પગલાં લીધા નહોતા. પોલીસ કર્મચારીઓએ ધ્યાન દોર્યું હતું કે, ઓફિસ (નાની અને મોટી ઓફિસ)માં 29 ટકા ચોરી અને તાળાં તૂટવાના બનાવો બન્યાં હતાં.
પોલીસ કર્મચારીઓએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ચોરીની ઘટનાઓ અનબ્રાન્ડેડ લોક્સ ધરાવતા કમર્શિયલ સ્પેસ (32 ટકા) થઈ છે. જોકે 69 ટકા પોલીસ કર્મચારીઓ સંમત છે કે, વાણિજ્યિક સંકુલોની સરખામણીમાં ઘરોમાં ચોરી કરવી સરળ છે.
આ વિશે ગોદરેજ લોક્સના એક્ઝિક્યુટિવ વાઇસ-પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ શ્યામ મોટવાનીએ કહ્યું હતું કે, “એક બ્રાન્ડ તરીકે ગોદરેજ લોક્સ લોકો અને સમુદાય વચ્ચે સલામતીના પગલાંની જાગૃતિ લાવવા હંમેશા આતુર છે. અમારો ઇરાદો રહેણાક અને વાણિજ્યિક સ્પેસમાં સલામતી વધારવાનો છે.
અમે હાથ ધરેલી સંશોધનાત્મક પહેલમાં પોલીસ પાસેથી કમર્શિયલ સ્પેસની સલામતી સાથે સંબંધિત આંખો ખોલે એવા તારણો મળ્યાં છે. આ તારણોનો મુખ્ય ઉદ્દેશ લોકોનું વિવિધ સમસ્યા પ્રત્યે ધ્યાન દોરવાનો છે. અમને આશા છે કે, લોકો પ્રવર્તમાન સ્થિતિની નોંધ લેશે અને ચોરી અને લૂંટફાટ જેવા જોખમો સામે વધારે સજ્જ થશે.”
આ રિપોર્ટમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ જેવા રિજનમાં કમર્શિયલ સ્પેસની સલામતી વિશે ઊંડાણપૂર્વકની જાણકારી આપવામાં આવી હતી. જ્યારે રિજન વચ્ચે સરખામણી કરવામાં આવે છે, ત્યારે આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું કે, ઉત્તર ભારતમાં કમર્શિયલ આઉટલેટમાં ચોરીનું જોખમ વધારે છે,
કારણ કે 61 ટકા પોલીસ કર્મચારીઓએ લોકડાઉન પછી આ પ્રકારન બનાવમાં વધારો જોયો છે. બીજી તરફ, પૂર્વ રિજનમાં ઓછું જોખમ છે, કારણ કે ફક્ત 27 ટકા પોલીસ કર્મચારીઓને ચોરીમાં વધારાની ધારણા છે. ઉપરાંત 53 ટકા પોલીસ કર્મચારીઓનું માનવું છે કે, સધર્ન રિજનમાં ચોરીમાં વધારો થશે અને 55 ટકા પોલીસ કર્મચારીઓનું માનવું છે કે, લોકડાઉન પછી પશ્ચિમમાં કમર્શિયલ સ્પેસમાં ચોરીમાં વધારો થશે
સિટી લેવલ પર 63 ટકા પોલીસ કર્મચારીઓનું માનવું છે કે, લોકડાઉન પછી મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ જેવા મેટ્રોમાં કમર્શિયલ સ્પેસમાં ચોરીમાં વધારો થશે. જ્યારે અમદાવાદ લખનૌ, પટણા, ગૌહાટી જેવા ટિઅરI/ II શહેરોમાં પ્રમાણમાં જોખમ ઓછું છે,
કારણ કે 42 ટકા પોલીસ કર્મચારીઓનું માનવું છે કે, લોકડાઉન પછી આ શહેરોમાં કમર્શિયલ સ્પેસમાં ચોરી વધશે. ઉપરોક્ત તારણો સૂચવે છે કે, કમર્શિયલ સંકુલોના માલિકોએ આ અભૂતૂપર્વ ગાળા દરમિયાન તેમની મિલકતોની સુરક્ષા પર ધ્યાન આપવું પડશે.