50 વર્ષથી મોટી ઉંમર છે, હેલ્થ પોલિસી મળતી નથી, તો આ કંપનીની “પ્રીમિયર ઇન્સ્યોરન્સ પોલિસી” લઈ લો
સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સે 50 વર્ષ અને એનાથી વધારે ધરાવતા લોકોને વીમા કવચ પ્રદાન કરવા માટે ‘સ્ટાર હેલ્થ પ્રીમિયર ઇન્સ્યોરન્સ પોલિસી’ પ્રસ્તુત કરી
પોલિસી બિમારી કે અકસ્માતને કારણે હોસ્પિટલાઇઝેશન પર થતા ખર્ચને આવરી લેવા ખાસ બનાવવામાં આવી છે
હોસ્પાઇસ કેર, હોમકેર સારવાર, આયુષ સારવાર, આધુનિક સારવાર વગેરે જેવા વિશિષ્ટ ફાયદા સામેલ છે
50 વર્ષ અને એનાથી વધારે વય ધરાવતા પુખ્તો માટે વ્યક્તિગત અને ફ્લોટર પોલિસી ઓફર કરે છે
ભારતની પ્રથમ સ્વતંત્ર હેલ્થ વીમાકંપની સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સે 50 વર્ષ કે એનાથી વધારે વય ધરાવતા ગ્રાહકો માટે બિમારી કે અકસ્માતને કારણે હોસ્પિટલાઇઝેશન પર થતા ખર્ચને પૂરો કરવા ખાસ ડિઝાઇન કરેલી વિશિષ્ટ ઇન્ડેમ્નિટી (ક્ષતિપૂર્તિ) હેલ્થ પોલિસી સ્ટાર હેલ્થ પ્રીમિયર ઇન્સ્યોરન્સ પોલિસી પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી.
સ્ટાર હેલ્થ પ્રીમિયર ઇન્સ્યોરન્સ પોલિસી ખાસ સ્થિતિ માટે હોમ કેર સારવાર (વીમાકૃત રકમના 10 ટકા સુધી અને મહત્તમ રૂ. 5 લાખ સુધી), ઇનપેશન્ટ હોસ્પિટલાઇઝેશ ખર્ચ માટે કવચ અને આયુષ સારવાર અંતર્ગત ડે કેર સારવારો માટે કવચ, સામાન્ય રીતે હોસ્પિટલાઇઝેશન દરમિયાન બાકાત રાખવામાં આવતી ગ્લોવ્સ, ફૂડ ચાર્જ અને અન્ય ઉપભોગ કરી શકાય
એવી બિનતબીબી ચીજવસ્તુઓ માટે કવચ તથા ઇનપેશન્ટ કે હોસ્પિટલમાં ડે કેર સારવારના ભાગરૂપે વીમાકૃત રકમના 50 ટકા સુધી આધુનિક સારવાર માટે કવચ જેવા ફાયદા ઓફર કરવામાં આવે છે. આ સુવિધાઓ પ્રોડક્ટને વયોવૃદ્ધ લોકો માટે ઉચિત બનાવે છે.
પોલિસી 50 વર્ષ અને એનાથી વધારે વય ધરાવતા પુખ્તો માટે વ્યક્તિગત અને ફ્લોટર એમ બંને આધારે ઉપલબ્ધ છે. જ્યાં સુધી વીમાધારક અગાઉથી અસ્તિત્વ ધરાવતા રોગો ધરાવતા નથી, તબીબી સારવાર કે અક્ષમતા માટેની સારવાર મેળવે છે, ત્યાં સુધી તેમને આ પોલિસીનો લાભ લેવા પ્રીમેડિકલ ટેસ્ટની જરૂર નથી. ગ્રાહકો પ્રીમિયમ દ્વારા પોલિસી ખરીદી કરી શકે છે, જેને ત્રિમાસિક કે અર્ધવાર્ષિક હપ્તાઓ દ્વારા ચુકવી શકાશે. આ પ્રોડક્ટ 1 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષની પોલિસીની મુદ્દત ઓફર કરે છે.
મિડટર્મ ઇન્ક્લુઝન, આઉટપેશન્ટ તબીબી ખર્ચ, હેલ્થ-ચેક બેનિફિટ, ઓલ ડે-કેર પ્રક્રિયાઓ, રોડ એન્ડ એર એમ્બ્યુલન્સ ખર્ચ, પ્રી અને પોસ્ટ – હોસ્પિટલાઇઝેશન ખર્ચ, અંગ દાન ખર્ચ, બેરિયાટ્રિક સર્જરી, કુલ બોનસ, રિહેબિલિટેશન અને પેઇન મેનેજમેન્ટ ખર્ચ, હોસ્પાઇસ કેર અને હોમ કેર સારવાર જેવી વિશેષ ખાસિયતોનો લાભ આ પોલિસી અંતર્ગત મળી શકે છે.
આ નવી પોલિસી વિશે સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આનંદ રૉયે કહ્યું હતું કે, “વીમાકંપનીઓ તરીકે અમે વારંવાર જોયું છે કે, વયોવૃદ્ધ લોકોની વીમાની જરૂરિયાતો સામાન્ય રીતે પૂરી થતી નથી. ગ્રાહકોનું આ સેગમેન્ટ અતિ ચોક્કસ જરૂરિયાતો ધરાવે છે,
કારણ કે યુવાન પુખ્તોની સરખામણીમાં આ પુખ્તોને પ્રમાણમાં વધારે હોસ્પિટલની મુલાકાતો લેવી પડે છે. અમે સ્ટાર હેલ્થ પ્રીમિયર ઇન્સ્યોરન્સ પોલિસી આ બાબતને ધ્યાનમાં રાખીને બનાવી છે. હવે પોલિસી ઉપભોગ કરી શકાય એવી ચીજવસ્તુઓને આવરી લે છે અને આ સેગમેન્ટને શ્રેષ્ઠ સંપૂર્ણ કવરેજ આપે છે. આ પોલિસી હોસ્પિટલની મુલાકાતને કારણે અન્ય નાણાકીય બાબતો પર અસર ઓછી કરવામાં મદદરૂપ થાય છે. મને ખાતરી છે કે, આ નવીન પોલિસી ઘણા લોકો માટે લાભદાયક પુરવાર થશે.”
સ્ટાર હેલ્થ પ્રીમિયર વીમાપોલિસીની કેટલીક ચાવીરૂપ ખાસિયતો:
વીમાકૃત રકમ રૂ. 1,00,00,000/- સુધી ઉપલબ્ધ છે; ગ્રાહક રૂ. 10,00,000/-, રૂ. 20,00,000/-, રૂ. 30,00,000/-, રૂ. 50,00,000/-, રૂ. 75,00,000/- અને રૂ. 1,00,00,000/-ની વીમાકૃત રકમ પસંદ કરી શકે છે
કવચ – ઇન-પેશન્ટ હોસ્પિટલાઇઝેશન, ડે કેર સારવાર, રોડ એમ્બ્યુલન્સ, એર એમ્બ્યુલન્સ, ઓર્ગન ડોનર ખર્ચ તથા હોસ્પિટલાઇઝેશન પૂર્વે અને પછી ખર્ચ વધારાના ફાયદાઓમાં આયુષ સારવાર, રિહેબિલિટેશન અને પેઇન મેનેજમેન્ટ, બેરિયાટ્રિક સર્જરી, આધુનિક સારવારો માટે કવચ, હોમકેર સારવાર, હોસ્પાઇસ કેર, તબીબી અને ટેલી-હેલ્થ કન્સલ્ટેશન્સ સામેલ છે
પહેલા દિવસથી આઉટપેશન્ટ તબીબી ખર્ચને આવરી લે છે વીમાકૃત રકમના આંશિક કે સંપૂર્ણ ઉપયોગ પછી 100 ટકા સુધી એકવાર મૂળભૂત વીમાકૃત રકમનું ઓટોમેટિક રિસ્ટોરેશન લાંબા ગાળાનું ડિસ્કાઉન્ટ – 2 વર્ષની પોલિસી માટે – બીજા વર્ષના પ્રીમિયમ પર 10 ટકા ડિસ્કાઉન્ટ. ત્રીજા વર્ષ માટે પોલિસી માટે – બીજા અને ત્રીજા વર્ષના પ્રીમિયમ પર 11.25 ટકા ડિસ્કાઉન્ટ
પોલિસીના ફાયદાઓમાં સામેલ છે:
દરેક દાવામુક્ત વર્ષ માટે હેલ્થ ચેક-અપ બેનિફિટ
પ્રી-હોસ્પિટલાઇઝેશન ખર્ચમાં વીમાધારકને હોસ્પિટલમાં ભરતી અગાઉ તાત્કાલિક 60 દિવસ સુધી તબીબી ખર્ચને આવરી લેવામાં આવે છે
હોસ્પિટલાઇઝેશન પછી ખર્ચમાં હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી વીમાકૃત વ્યક્તિને તાત્કાલિક 90 દિવસ સુધી તબીબી ખર્ચ ચુકવવામાં આવે છે
દરેક દાવામુક્ત વર્ષ માટે એક્સપાયર થતી વીમાકૃત રકમનો 20 ટકા હિસ્સો સંચિત બોનસ, જે મૂળભૂત વીમાકૃત રકમના મહત્તમ 100 ટકા સુધી
ચોક્કસ સ્થિતિ માટે હોમ કેર સારવાર વીમાકૃત રકમના 10 ટકા સુધી, જે મહત્તમ રૂ. 5 લાખને આધિન છે
હોસ્પાઇસ કેર: જો અમારી નેટવર્ક સુવિધામાં લાભ લેવામાં આવે, તો વીમાકૃત રકમના 10 ટકા ચુકવવાપાત્ર, જે મહત્તમ રૂ. 5 લાખને આધિન છે, જે દરેક વીમાધારકને જીવનમાં એક વાર ચુકવવાપાત્ર છે.
ઘરે હોસ્પિટલાઇઝેશનઃ ત્રણ દિવસથી વધારે ગાળા માટે બિમારી/રોગ/ઇજા માટે તબીબી સારવાર (આયુષ સહિત) વીમાકવચ, જેમાં સામાન્ય સારવારમાં હોસ્પિટલમાં સારવાર અને સારસંભાળ રાખવાની જરૂર પડશે, પણ મેડિકલ પ્રેક્ટિશનરની સલાહ પર ઘરે લઈને સારવાર લઈ શકાય છે.
આયુષ સારવાર ઇનપેશન્ટ હોસ્પિટલાઇઝેશન ખર્ચને આવરી લે છે અને વીમાકૃત રકમ સુધી ડે કેર સારવાર આપે છે
હોસ્પિટલાઇઝેશન દરમિયાન ગ્લોવ્સ, ફૂડ ચાર્જીસ અને અન્ય ઉપભોગ કરી શકાય એવી બિનતબીબી ચીજવસ્તુઓ (ઉપયોગ કરી શકાય એવી) ચીજવસ્તુઓને આવરી લે છે
આધુનિક સારવાર ઇનપેશન્ટ તરીકે કે હોસ્પિટલમાં ડે કેર ટ્રીટમેન્ટના ભાગ તરીકે વીમાકૃત રકમની 50 ટકા સુધી રકમ આવરી લે છે.
સ્ટાર વેલનેસ પ્રોગ્રામ વિવિધ વેલનેસ પ્રવૃત્તિઓ મારફતે વીમાધારકને પ્રોત્સાહન અને રિવોર્ડ આપશે. વીમાધારકને પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ મેળવવા વેલનેસ રિવોર્ડ પોઇન્ટ્સ મળી શકે છે. આ વેલનેસ પ્રોગ્રામ સ્ટાર હેલ્થ કસ્ટમર મોબાઇલ એપ ‘સ્ટાર પાવર’ અને ‘સ્ટાર હેલ્થ કસ્ટમર પોર્ટલ’ (ડિજિટલ પ્લેટફોર્મ) દ્વારા સ્ટાર વેલનેસ પ્લેટફોર્મ મારફતે સક્ષમ છે અને ઓનલાઇન સંચાલિત છે.