Western Times News

Gujarati News

SVP હોસ્પિટલમાં ૫૦ બેડનો કોરોના વોર્ડ ઉભો કરાયો

(એજન્સી)અમદાવાદ, ચીન સહિત અન્ય દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે જેને લઇ ભારત સરકાર ચિંતિત બની છે અને ભીડભાળવાળી જ્યાં જગ્યા હોય ત્યાં લોકો માસ્ક પહેરે તેની અપીલ કરવામાં આવી છે. જે પણ લોકોને બુસ્ટર ડોઝ લેવાનો બાકી છે તે લેવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે.

જેને પગલે અમદાવાદ શહેરમાં પણ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અમદાવાદમાં ૩૬ લાખ જેટલા લોકોએ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લેવાનો છે.

શહેરમાં ૨૫ ટકા લોકોએ વેક્સિનનો પ્રિકોશન ડોઝ લીધો છે અને હજી ૭૫ ટકા લોકોને લેવાનો બાકી છે જેથી આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકો વેક્સીનનો બુસ્ટર ડોઝ લઈ લે. જ્યાં પણ ભીડભાડ વાળી જગ્યા પર લોકો જાય ત્યાં માસ્ક પહેરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાના કેસો વધ્યા છે. જેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં ભીડવાળા વિસ્તારમાં લોકોએ માસ્ક પહેરવું.

જે પણ લોકોને બૂસ્ટર ડોઝ લેવાનો બાકી છે તે લોકોએ બૂસ્ટર ડોઝ લઈ લેવાનો રહેશે. અમદાવાદ શહેરમાં ૪૬ લાખ જેટલા લોકો બૂસ્ટર ડોઝ માટે પાત્રતા ધરાવે છે. જેમાંથી ૨૫ ટકા એટલે કે ૧૦ લાખથી વધુ લોકોએ બૂસ્ટર ડોઝ લઈ લીધો છે. ૭૫ ટકા લોકોને બૂસ્ટર ડોઝ લેવાનો બાકી છે.

જેથી લોકોને અપીલ છે કે શહેરના અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિન આપવામાં આવે છે તો ત્યાંથી તેઓ વેક્સિન લઈ શકે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોરોનાના વધતા કેસોના પ્રિકોશનના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટર અન જીફઁ હોસ્પિટલમાં બેડની તૈયારીઓ કરવામાં આવી છે.

જીફઁ હોસ્પિટલમાં ૫૦ બેડનો એક અલાયદો કોરોના વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે. અગાઉ કોરોનાની પરિસ્થિતિ દરમિયાન જે પણ ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં આવ્યા હતા, તે તમામ અત્યારે કાર્યરત છે અને મેઇન્ટેન પણ કરવામાં આવ્યા છે. કોરોનાની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરો તૈયાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.