કોંગ્રેસનો ગઢ ગણાતાં વિરપુરના 50 થી વધારે હોદ્દેદારો AAPમાં જાેડાયા
(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર), (પ્રતિનિધિ)વિરપુર, વિરપુર તાલુકો કોંગ્રેસનો ગઢ ગણાવતો હતો ત્યારે આપેે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા કમર કસી છે ત્યારે વિરપુર તાલુકા મહિલા કોંગ્રેસ સમિતિનાા પ્રમુખ સહિતના હોદ્દેદારોએ સાગમટે કોંગ્રેસમાંથી રાજીનામાં ધરી આપનો ખેસ ધારણ કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે પહેલા જ કોંગ્રેસમાંથી અન્ય પક્ષમાં જવા હોડ જામી હોય તેમ કોંગ્રેસના ગઢ ગણાતા એવા વિરપુર તાલુકામાં ૩૦ વર્ષ જુના મહિલા પ્રમુખ તેમજ પુર્વ કોંગ્રેસ સદસ્ય કોંગ્રેસમાથી રાજીનામું આપી આપમા જાેડાતા તાલુકામાં હડકમ મચ્યો છે
વિરપુર તાલુકાના મહિલા પ્રમુખ કોકીલાબેન અરૂણસિંહ પરમાર, પુર્વ તાલુકા પંચાયત સદસ્ય માનસિંહ સોમાભાઈ સોલંકી, શનાભાઈ સોલંકી, બાપુભાઇ સોલંકી,રાયસીંગભાઈ સોલંકી,અરૂણસિંહ પરમાર સેક્રેટરી,મનહરસીહ પરમાર, દોલતસિંહ પરમાર, રમેશભાઈ નાયક, સહિતના સહિત ૫૦ થી વધારે આગેવાનો આજે વિધીવત રીતે આપમાં જાેડાયા હતા..