ગુજરાતના ૫૦ આઈએએસ અધિકારીઓની બદલી થઈ
ગાંધીનગર, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે મોડી રાત્રે ૫૦ જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરી છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે ટુરિઝમ કોર્પોરેશનના એમડી ડો. સૌરભ પારધી, મેડીકલ સ વસિઝ કોર્પોરેશનના એમડી ડો. નવનાથ ગવહને અને એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર બીએમ પ્રજાપતિને પણ બદલવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ગાંધીનગરના કલેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે ફિશરીઝના ડાયરેક્ટર નીતિન સગવાનને જૂનાગઢના ડીડીઓ બનાવાયા છે.
સરકારે ખેડાના કલેક્ટર કેએલ બચાણીને માહિતી વિભાગમાં ડાયરેક્ટર બનાવ્યા છે. વિરમગામના આસિસ્ટન્ટ કલેક્ટર કંચનને આરોગ્ય વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે. ભાવનગરના ડીડીઓ ડો. પ્રશાંત જલોવાને એડિશનલઈન્ડસ્ટ્રીઝ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. વડોદરા કલેક્ટર એબી ગોરને મુખ્યમંત્રી કાર્યાલયમાં સ્પેશ્યલ ડ્યુટી સોંપવામાં આવી છે.
રાજ્ય સરકારે ૩૮ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત ૧૨ ગેસકેડરના અધિકારીઓને રેવન્યુ વિભાગમાં નિમણૂક આપવામાં આવી હતી. તેમજ રેવન્યુ વિભાગ દ્વારા ૨૯ મામલતદારની પણ બદલી કરવામાં આવી હતી. SS2SS