દિલ્હીના અક્ષરધામ મંદિર પાસે બંદૂકની અણીએ બે લોકો પાસેથી ૫૦ લાખની લૂંટ
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં બંદૂકની અણીએ બે કર્મચારીઓ પાસેથી ૫૦ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. અક્ષરધામ મંદિર પાસે ભીડભાડવાળા વિસ્તારમાં આ ઘટના બની હતી. આ દરમિયાન ચાર બદમાશોમાંથી એકને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યાે હતો.
લૂંટની આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસમાં વ્યસ્ત છે.
એજન્સી અનુસાર, પોલીસે જણાવ્યું કે ગાઝિયાબાદના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના બે કર્મચારીઓને પૂર્વ દિલ્હીમાં અક્ષરધામ મંદિર પાસે લૂંટવામાં આવ્યા હતા.
અહીં બંને પાસેથી બંદૂકની અણીએ ૫૦ લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બુધવારે બપોરે મંદિરથી થોડાક મીટર દૂર પાંડવ નગરમાં બની હતી.
પોલીસનું કહેવું છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કર્મચારી મોહિત શર્મા અને અરુણ ત્યાગી પશ્ચિમ દિલ્હીમાં કોઈ પાસેથી પૈસા લઈને બાઇક પર ગાઝિયાબાદ તરફ જઈ રહ્યા હતા. જ્યારે તેઓ બંને મંદિરની નજીક નેશનલ હાઈવે-૯ પર પહોંચવાના હતા, ત્યારે બાઇક પર સવાર ચાર લોકોએ બંદૂક બતાવી અને તેમને રોકવાનો સંકેત આપ્યો.
આ જગ્યાએ ખૂબ ભીડ છે.પોલીસનું કહેવું છે કે જ્યારે બંને કર્મચારીઓએ બાઇક સવારોને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યાે ત્યારે લૂંટારાઓએ તેમને બાઇક સાથે ટક્કર મારી હતી, જેના કારણે તેઓ રોડ પર પડી ગયા હતા.
આ પછી ઝપાઝપી થઈ, જેમાં એક આરોપી પડી ગયો.અન્ય ત્રણ લૂંટારુઓ રોકડ ભરેલો થેલો આંચકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા, જ્યારે ચોથો લૂંટારો પાછળ રહી ગયો હતો, જેને કેટલાક રાહદારીઓએ પકડીને પોલીસને હવાલે કર્યાે હતો. પોલીસ ટીમ આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.SS1MS