શિક્ષકોના મેડિકલ ખર્ચ માટે પૂર્વ વિદ્યાર્થીઓની ૫૦ લાખની અનોખી ગુરુદક્ષિણા
અમદાવાદ, આમ તો ગુરુ અને શિષ્યની વાત આવે ત્યારે ગુરુ દ્રૌણ અને એકલવ્યની વાત જરૂરથી થાય કારણ કે એકલવ્યએ પોતાના ગુરુને ડાબા હાથનો અંગૂઠો કાપી ગુરુ દક્ષિણા આપી હતી.
પરંતુ હાલના સમયમાં ગુરુ દક્ષિણાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. અમદાવાની એક સ્કૂલમાંથી નિવૃત થઈ ગયેલા શિક્ષકોના મેડિકલ ખર્ચ માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ૫૦ લાખનું ભંડોળ એકઠું કરી ગુરુ દક્ષિણા સ્વરૂપે આપ્યું છે. આગામી ત્રણ વર્ષમાં ૫ કરોડનું ભંડોળ ઊભું કરવાનો સંકલ્પ પણ કર્યો છે.
વાત છે અમદાવાદની ખાનગી સ્કૂલની કે જેણે આ અનોખું અભિયાન શરૂ કર્યું છે. ઉદગમ સ્કૂલ અને તેના પૂર્વ વિદ્યાર્થીઓની શિક્ષક દિને પૂર્વે જ નિવૃત્ત શિક્ષકોના મેડિકલ ખર્ચ માટેના રકમ મોટી જાહેરાત કરી છે.
ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સી જણાવે છે કે, વ્યક્તિના જીવન ઘડતરમાં ગુરુનું સ્થાન ખૂબ ઊંચું હોય છે એટલે ગુરુ માટે જેટલું કરો તે ઓછું છે.
હાલની દુર્ભાગ્યપૂર્ણ વાસ્તવિકતા છે કે, નિવૃત્ત શિક્ષકો પેન્શન, મહેનતાણુ અથવા મેડિકલ લાભો માટે હકદાર ન હોવાથી તેમને ઘણીવાર પર્યાપ્ત હેલ્થકેરનો ખર્ચ ઉઠાવવામાં મૂશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેથી શાળા અને પૂર્વ વિદ્યાર્થીઓ સ્કૂલ ટીચર્સ એન્ડ એમ્પલોઇઝ વેલફેર એસોસિયેશન નામે ફંડની રચના કરી છે.
શાળામાં સર્વિસના સમયગાળાને આધારે શિક્ષકો રૂ. ૫ લાખથી રૂ. ૧૫ લાખ વચ્ચે મેડિકલ ખર્ચ મેળવવાને પાત્ર રહેશે. હાલ સ્કૂલ અને કેટલાંક અગ્રણી પૂર્વ વિદ્યાર્થીઓએ રૂ. ૫૦ લાખનું ભંડોળ એકઠું કર્યું છે. આ સ્કીમથી ૬૦૦થી વધુ વર્તમાન અને નિવૃત્તિ શિક્ષકોને લાભ થશે. સ્કૂલમાં લઘુત્તમ ત્રણ વર્ષની સેવા આપનાર શિક્ષકો અને કર્મચારીઓ તેનો લાભ મેળવી શકશે.
વર્તમાન કર્મચારીઓ પેન્શન સ્કીમ હેઠળ કવરેજ ધરાવતા નથી ત્યારે જેમણે ત્રણથી છ વર્ષ વચ્ચે સર્વિસ પૂર્ણ કરી હોય, તેઓ રૂ. ૫ લાખ સુધીનો મેડિકલ ખર્ચ મેળવવાને પાત્ર છે. છથી દસ વર્ષની સર્વિસ કરનાર કર્મચારીઓ રૂ. ૮ લાખ સુધીના મેડિકલ ખર્ચ મેળવવાને પાત્ર છે.
મહત્વપૂર્ણ છે કે ૧૦ વર્ષ કે તેથી વધુ સર્વિસ કરનાર શિક્ષકો અને કર્મચારીઓ રૂ. ૧૫ લાખ સુધીના મેડિકલ ખર્ચ મેળવવા માટે પાત્ર રહેશે. આ પહેલનો ઉદ્દેશ્ય ત્રણ વર્ષના સમયગાળામાં રૂ. ૫ કરોડનું ભંડોળ એકત્રિત કરવાનો છે.SS1MS