Western Times News

Gujarati News

ભક્તને ૧૪ વર્ષ રાહ જાેવડાવીઃ તિરુપતિ મંદિરને ૫૦ લાખ વળતર ચૂકવવાનો આદેશ

તિરુપતિ, તમિલનાડુના સેલમમાં આવેલી કન્ઝ્‌યૂમર કોર્ટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને ૫૦ લાખ રૂપિયાનો દંડ ભરવાનો ભરવાનો આદેશ કર્યો છે. કોર્ટના આદેશ પ્રમાણે, ભક્તને ૧૪ વર્ષ સુધી રાહ જાેવડાવવા બદલ કાં તો તેમને વસ્ત્રાલંકાર સેવા માટે નવી તારીખ આપો અથવા એક વર્ષમાં ૫૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવો.

કોઈ ભક્તે ટીટીડી સામે કન્ઝ્‌યૂમર કોર્ટમાં કેસ કર્યો હોય તેવો આ પહેલો કિસ્સો છે. કોરોના મહામારીના કારણે માર્ચ ૨૦૨૦માં ૮૦ દિવસ માટે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. જેથી મંદિરમાં થતી વસ્ત્રાલંકાર સહિતની બધી જ અર્જિત સેવાઓ રોકી દેવાઈ હતી.

એ વખતે ટીટીડીએ ભક્ત કેઆર હરિ ભાસ્કરને પત્ર લખીને પૂછ્યું હતું કે, તેમને દૈનિક વીઆઈપી બ્રેક દર્શન માટે કોઈ નવો સ્લોટ જાેઈએ છે કે રિફંડ. ત્યારે ભક્ત ભાસ્કરે વસ્ત્રાલંકાર સેવા માટેની નવી તારીખ આપવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, એક વર્ષ પછીની કોઈપણ તારીખ પણ ચાલશે.

જાેકે, ટીટીડીએ સ્પષ્ટ કર્યું કે, આ સેવા માટે નવી તારીખ નહીં મળી શકે એટલે તેઓ રિફંડ જ લઈ લે. જે બાદ ભાસ્કરે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ટીટીડી સામે ફરિયાદ નોંધાવી હતી. ગ્રાહક તકરાર નિવારણ કમિશને ટીટીડીને આદેશ કર્યો કે,

તેઓ વસ્ત્રાલંકાર સેવા માટેની એક વર્ષની અંદરની કોઈપણ તારીખ આપે અથવા તો સેવામાં ખામી બદલ ૫૦ લાખ રૂપિયાનું વળતર ચૂકવે. ભાસ્કર અને તેમના પરિવારને જે માનસિક સંતાપ વેઠવો પડ્યો છે તેના માટે વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

૨૦૦૬થી આજની તારીખ સુધી ૧૨,૨૫૦ રૂપિયાની બુકિંગની રકમ ૨૪ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ ટીટીડીને કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ વખત કોઈ ભક્તે સેવામાં ખામી બદલ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ સામે કન્ઝ્‌યૂમર કોર્ટમાં ફરિયાદ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.