ગુજરાત રાજ્યમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં નોંધાતા ૫૦ ટકા દર્દી બોગસ
નવી દિલ્હી, મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ દર્દીઓને ખેંચી લાવીને લૂંટ ચલાવવા માટે ગ્રામપંચાયતના વડાને સારી એવી રકમની લાંચ આપીને ફોડી નાખે છે.
ત્યારબાદ ગામડામાં ળી મેડિકલકેમ્પનું આયોજન કરે છે. ખાસ કરીને હૃદયરોગની બીમારી, સંતાનહીન દંપતિઓને આકર્ષવા ઈન્ફર્ટિલિટીના અને ઓર્થાેપેડિક સમસ્યાને લગતા કેમપનું આયોજન કરે છે, મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે. કેમ્પના ખર્ચ કરતાં દસ ગણી આવક કરવાની ગણતરી સાથે દર્દીઓને ડરાવીને હોસ્પિટલ્સ સુધી ખેંચી લેવા ખર્ચના ખાડામાં ઉતારે છે.
ઘરે અચાનક કશુંક થઈ જતાં દર્દીને હોસ્પિટલમાં હોસ્પિટલમાં લાવવામાં આવે તો તેમને આઈસીયુમાં જ દાખલ કરી દેવામાં આવે છે, આઈસીયુના બિલ નોર્મલ બિલ કરતાં ત્રણથી ચાર ગણા વધારે હોય છે. આઈસીયુમાં લીધા પછી દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હોવાનું કારણ આગળ કરીને તેને વેન્ટિલેટર પર ચઢાવી દેવામાં આવે છે. વેન્ટિલેટર પર મૂકતાં તેમનું બિલ ૧૦ ગણું વધી જાય છે.
આ જ રીતે યુરિન પાસ થચું નથી તેમ જણાવીને તેમને ડાયલિસિસની જરૂર ન હોય કે હોય તો પણ ચઢીવી દેવામાં આવે છે.ડાયાલિસિસ એક વખત કરાવવાના ૧૫ હજાર સુધીના ચાર્જ લેવામાં આવી રહ્યા છે. સ્વજન એકાએક બીમાર પડ્યા હોવાથી ગભરાયેલા સ્વજનના ડરનો મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ ગેરલાભ ઉઠાવે છે.
દર્દી ક્રિટીકલકેર હેઠળ હોવાનું જણાવીને અલગ અલગ બીમારીના ડોક્ટર્સની વિઝીટ ચાલુ કરાવી વિઝિટ દીઠ ૪ હજારનો ચાર્જ ચઢાવી દેવામાં આવે છે. પેશન્ટ મૃત્યુ ન પામે ત્યાં સુધી કોઈને કોઈ બહાનું આગળ કરીને ડોક્ટર્સ તેમને ઘરે લઈ જવા દેતાં નથી.
હોસ્પિટલ્સ મેનેજમેન્ટ બિઝનેસમેનેજર કરે છે. તેમજ સીઈઓ હોસ્પિટલ ચલાવે છે. બન્ને પ્રોફેશનલ અભિગમથી ફક્ત નફો કરવાના ધ્યેયથી આગળવધતા હોવાથી તેમનામાં અનુકંપા કે સહાનુભૂતિનો છાંટોય હોતો નથી, દર્દી પહેલા તેઓ ડોક્ટર્સને આકર્ષે છે. તેમના માટે હોસ્પિટલ્સના ઈન્ળાસ્ટ્રક્ચરને હાઈલાઈટ કરીને ડોક્ટર્સને આકર્ષવાનું કામ કરે છે.
ડોક્ટર ખેંચાઈ ન આવે તો તેમને દર્દીના કુલ બિલની રકમના ૨૦થી ૫૦ ટકા સુધીના કમિશનની ડોક્ટર્સને ઓફર કરે છે. રેગ્યલર જોબ પર લેવામાં આવેલા ડોક્ટરને વાર્ષિક એક કરોડનો પગાર ઓફર કરવામાં આવે છે, ત્યારે જ તેમને વર્ષે ત્રણથી ૪ કરોડની ઈન્કમ જનરેટ કરવાનું ટાર્ગેટ આપી દેવામાં આવે છે. આ ટાર્ગેટ પૂર્ણ કરવા દર્દીઓને ટ્રેપમાં લે છે.SS1MS