50 રૂ. કિલો વેચાતા ટામેટાના ભાવ ૮૦ રૂ. કિલોએ પહોચ્યા

ચોમાસુ હજુ શરૂ નથી થયું તે પહેલા જ શાકભાજીના ભાવો આસમાને પહોચ્યા
(એજન્સી)ગાંધીનગર, મોઘવારીનો સામનો કરી રહેલી ગૃહિણીઓને ટામેટા સહીતના અન્ય શાકના સતત વધી રહેલા ભાવોએ પરેશાન કરી દીધી છે. દાળ-શાક અને સલાડમાં અત્યંત જરૂરી એવા ટામંટાના ભાવ ૮૦ રૂૃા.કિલોએ પહોચી ગયા છે. આ ઉપરાંત આદુ અઅને લીબુના ભાવો પણ આસમાને પહોચ્યા છે.
સસ્તા શાકભાજી ખરીદવાનું ગૃહિણીઓનું સપનું આ મોઘવારીમાં ખબર નહી કયારે પુરુ થશે. ભોજનની થાળી અનાજ, દાળ અને શાકના વધેલા ભાવોના કારણે દિન પ્રતીદીની મોઘી થતી જાય છે. અનાજ અને દાળના ભાવો દઝાડી રહયા છે. ત્યારે શાકભાજી ના ભાવો દિનપ્રતીદીન આસમાને પહોચી રહયા છે.
લગભગ તમામ શાક હાલમાં પ૦થી૬૦ રૂા.કિલોના ભાવે વેચાઈ રહયું છે. તેમાંય દાળ-શાક અને સલાડમાં જરૂરી એવા ટામેટાના ભાવો આસમાને પહોચ્યા છે. શિયાળામાં અઅને સામાન્ય દિવસોમાં ૩૦થી૪૦ રૂા.કિલોના ભાવે વેચાતા ટામેટા હાલમાં ૭૦થી૮૦ રૂા.કિલોના ભાવે વેચાઈ રહયા છે. ટામેટાનો આટલો ઉંચો ભાવ જાણીને ગૃહિણીઓ તેને ખરીદવાનું ટાળી રહી છે.
સલાડ તરીકે તેનો ઉપયોગ બંધ થઈ ગયો છે. તો દાળ-શાકમાં પણ તેનો ઉપયોગ બંધ થઈ ગયો છે. તે દાળ-શાકમાં પણ તેનો વપરાશ ગૃહિણીઓઅએ ઓછો કરી દીધો છે. ટમેટાની આવક હાલમાં સાવ ઓછી થઈ જતાં તેના ભાવ ઉંચા બોલાઈ રહયાં છે. ટામેટાની જ આદુના ભાવ ખુબ વધી ગયા છે. હાલમાં ૬૦થી૭૦ રૂા.૧૦૦ ગ્રામના ભાવે આદુ વેચાઈ રહયું છે. લીબુનો ભાવ પણ ૭૦થી૮૦ રૂા.કિલોએ પહોચ્યો છે.